ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોચ્યા છે. કારણ કે ગુજરાત બહારથી આવતા શાકભાજીની આવક ઘટી ગય છે અને માર્કેટમાં માંગ વધુ હોવાના કારણે શાકભાજી ૭૦થી ૮૦ રૂપિયે કિલો મળી રહ્યા છે. રોજે રોજ ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.ભારે વરસાદના કારણે શાકભાજીની ખેતીને નુકસાન પહોચ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે શાકભાજી માર્કેટમાં આવવું જોઈએ એટલું શાકભાજી આવી રહ્યું નથી. આવક કરતા માર્કેટમાં માંગ વધુ હોવાના કારણે ભાવ વધી રહ્યા છે. જો કે સામાન્ય લોકોને શાકભાજી લેવું હોય તો પણ વિચાર કરવો પડે છે.કારણ કે હોલસેલમાં ૫૦થી ૬૦ના કિલો શાકભાજી મળી રહ્યા છે. જેના કારણે રિટેલ માર્કેટમાં તો શાકભાજી ૭૦થી ૮૦ રૂપિયે કિલો મળી રહ્યા છે. ગરીબોની કસ્તુરી એવી ડુંગળી પણ ૫૦થી ૬૦ રૂપિયે કિલો છે.
ગૃહિણીએ જણાવ્યું હતું કે પહેલા કરતા ભાવ ઘણા વધી ગયા છે. બધા શાકભાજીના ભાવ ડબલ થય ગયા છે. માર્કેટમાં લેવા આવે ત્યારે વિચારવું પડે છે. ક્યું શાકભાજી લેવુ અને શુ ખાયે શુ ન ખાયે. તો ગૃહિણી સંગીતાબેને કહ્યું હતું સામાન્ય લોકોને પસોયા તેવા ભાવ નથી. ભાવ વધવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. જેમ તેમ કરીને બજેટ મેનેજ કરવુ પડે છે.