પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ દિવસે ભાદરવી અમાસ ના રોજ રંઘોળા ખાતે આવેલા ભાવનાથ મહાદેવ ના મંદિર ના પટાંગણમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો ભવ્ય અને ભાતીગળ લોકમેળામાં દિવસ ભર યાત્રિકોની ભીડ જોવા મળી હતી ત્યારે ભક્તજનો તથા મેળામાં ઉપસ્થિત લોકોને આકર્ષવા વિવિધ પ્રકારના ખાણીપીણી ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા લોકોએ ભોળાનાથ ના દર્શન તથા ભાદરવી અમાસ ના મેળા નો અનેરા આનંદ નો લાભ લીધો હતો રંઘોળા ગામના પૌરાણિક અને આસ્થાનું પ્રતીક સમાં ભાવનાથ મહાદેવ ના મંદિરે આજે અમાસ નો ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.