વીજપોલને અડી જતા ભેંસનું મોત

435

પાલીતાણા તાલુકાના હસ્તગીરી જાળીયા ગામે આવેલ પીજીવીસીએલના થાંભલા સાથે ભેંસ અડી જતા શોર્ટ લાગતા ભેંસનું મોત  થયેલ. જાળીયા ગામે રહેતા સંજય ભાઈ ગીગાભાઈ મેર ની માલિકી ની ભેંસ સવારે નિકળી હતી.  ત્યારે પાણીના અવેડા પાસે થાંભલા ને અડી જતા ભેંસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું ગામલોકોના જણાવ્યા મુજબ ટીસીનું બોક્સ ઉપર લેવામાં નહીં આવે તો ક્યારેક માણસોના મોત થઈ શકે છે ત્યારે જવાબદાર કોણ ગામ લોકોએ પીજીવીસીએલના અધિકારીને જાણ કરતા રીપેરીંગ કરવામાં શરૂ કર્યું હતું.

Previous articleઅધેલાઈ, વાળુકડ તેમજ નોઘણવદર આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
Next articleતક્ષશિલા ખાતે ઉદ્યોગ સાહસિકતા સંસ્થાન દ્વારા સેમિનાર