ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષપદે મળેલ આ બેઠકમાં સભ્યોએ દર વખત માફક પ્રજાકિય પ્રશ્નોની જોરદાર રજુઆતો કરી હતી. આ રજુઆતમાં પ્લાસ્ટીક સહિતના મુદ્દા લેવાયા હતાં. સભ્ય્એ કેટલાકં સવાલો રજુ કર્યા જેમાં ડ્રેનેજ, રોડ રસ્તા વિગેરે મુદ્દાઓનો સમાવેશ થતો હતો. દબાણ મુદ્દે સભ્યોની ભલામણો મુદ્દે ઠીક ઠીક રજુઆતો પણ થઈ હતી.
મ્યુ. કારોબારી બેઠકમાં પ્રશ્નો રજુ કરતા સેવકો
* ડ્રેનેજનો પ્રશ્ન હળવી વાત નથી લોકોના કામો ઝડપથી થતા નથી, કામની સીસ્ટમ નથી, ર૪-૭થી મારી કમ્પલેશન ચાલુ છે. ડ્રેનેજને લગતી અનેક ફરિયાદો કરાય. – અભયસિંહ ચૌહાણ
* ઘણા મેન હોલો તુટી ગયા મે ફરિયાદ કરી કોઈ આવતું જ નથી – ઉષાબેન તલરેજીયા
* ડ્રેનેજ પાસે ઈન્સ્પેકટરોજ નથી – પરિખ
* બોરડીગેટથી મેઘાણી સર્કલ ડ્રેનેજ સ્લેબો તુટે છે મે ફરિયાદો કરી છે, કામ થતા નથી – કુમાર શાહ
* જર્જરીત મકાનો કેમ ખસેડાતા નથી ઘણી ફરિયાદો કરી છે – યોગીતાબેન ત્રિવેદી
* ડ્રેનેજના કામ મશીનથી જ કરાવવાના થાય છે – ચંદારાણા
* લારીઓ ખસેડવાનું થાય છે, ત્યારે ભલામણો આવે છે, હું શું કરૂ – પંડિત
* પંડિતજી તમે પરાક્રમનો બતાવો અમે લોક પ્રતિનિધિઓ છીએ અમારે કેવાનું થાય છે. – અભયસિંહ ચૌહાણ
* હવે દબાણો હોય તો તોડી નાખજો – યુવરાજસિંહ ગોહિલ
* સાડા સાત હજાર ભર્યા હોય તેને મકાનોનથી મળ્યા – કુમાર શાહ
* રોડ રસ્તાના મેન હોલોની સિસ્ટમ નક્કી કરો આ કામગીરી કોમ્પયુટરાઈઝ કરો – ધીરૂભાઈ ધામેલીયા
* સિદસર પાસે એક હજાર જેટલા નવા મકાનો બની રહ્યા છે. મકાન કિમત સાડા આઠ લાખ જેવી થશે. સરકારમાં ડીપીઆર રજુ થનાર છે. – વઢવાણીયા
* વેસ્ટેઝ પ્લાસ્ટીકનો સારો ઉપયોગ કરો રાજકોટનું ઉદાહરણ અપાયું – રાજુભાઈ પંડયા
* પ્લાસ્ટીક અંગે સરકારના કાર્યક્રમ વિગેરે મુદ્દે મહત્વપુર્ણ વિગત આપી આઠે કોર્પોરેશનની વાત કેવાય. – ગાંધી (કમિશ્નર)
* વ્યવસાય વેરામાં માફી યોજનામાં વધુ એક મહિનાની મુદત વધારવામાં આવી – રાઠોડ