તા. ૩૧/૮/૨૦૧૯ના રોજ જિલ્લા માહિતી કચેરી, ભાવનગર ખાતે ફરજ બજાવતા ટેકનીકલ આસીસટન્ટ એમ. કે. કાપડીયાનો વિદાયમાન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. કાપડીયાએ માહિતી ખાતામાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ ૩૨ વર્ષ ફરજો બજાવી હતી જેમાં છેલ્લા ૧૦ વર્ષથી માહિતી કચેરી, ભાવનગર ખાતે ફરજો બજાવતા કાપડીયાએ આ પ્રસંગે કારકીર્દીના જુના અનુભવો વાગોળ્યા હતા. તેમજ ખંતથી માહિતી કચેરીમાં કરેલ તમામ પ્રકારની કામગીરીને નાયબ માહિતી નિયામક વસૈયાએ બીરદાવી હતી.
કાપડીયાની વિદાય સંમારભ વેળાએ ખુબ જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આજીવન કરેલી કર્મનિષ્ઠાનું ફળ કેવુ હોય, સ્વભાવ વલણ અને સ્નેહના તાંતણે બંધાયેલા સંબધોની સુગંધ કેવી હોય એ અહિયા આજે ચરિતાર્થ થયું હતું. ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે સન્માનો, ભેટ સોગાદોની હારમાળા વચ્ચે કાપડીયાને વિદાયમાન આપવામાં આવ્યુ હતું. આ તકે નાયબ માહિતી નિયામક જે. ડી. વસૈયા, સીની. સબ એડીટર(ઇન્ચાર્જ) વિરેન્દ્રસિંહ પરમાર, સુપરવાઇઝરઆર. એલ. પરમાર, ઓપરેટર એન. સી. પરમાર, સીનીયર કલાર્ક જે. કે. બાંભણીયા, ફોટોગ્રાફર હિરેન ત્રિવેદી, એન. જે. રાઠોડ, બી. જે. વાઘેલા, પી. ડી. ગોસ્વામી, જી. જી. રાઠોડ, શક્તિ પરમાર, હિતેન પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.