ભાવનગર – પીપળી હાઈ-વે પર પડેલા ગાબડા હવે તો પુરો – સૌરાષ્ટ્ર ચેમ્બર

618

તાજેતરમાં પડેલ ભારે  વરસાદને કારણે  વાહન ચાલકો અને મુસાફરોને ખુબ જ યાતના ભોગવવી પડે છે. અને આના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. ભાવનગરથી અમદાવાદ, વડોદરા, દક્ષિણ ગુજરાત, મુંબઈ વિગેરેને જોડતો આ મુખ્ય ધોરીમાર્ગ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાનો દક્ષિણ ગુજરાત સાથેનો બધો જ ટ્રાફીક આ રોડ પરથી પસાર થાય છે. તેથી આ રોડની કામગીરીને અગ્રતાના ધોરણે લઈ સત્વરે ઘટતુ કરવા ભાવનગર ખાતેના નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ડે. જનરલ મેનેજરને પત્ર પાઠવી છે તે પત્રની નકલી યોગ્ય કાર્યવાહી અર્થે કેન્દ્રના રાજય કક્ષાના મંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર પુર્વના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે તથા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને પાઠવેલ છે.

તેવી જ રીતે ભાવનગર-સોમનાથ રોડ પૈકી તળાજાથી મહુવા- રાજુલાના ફોરલેનની કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલે છે. આ ઉપરાંત મુખ્ય રોડની બાજુમાંથી ડાઈવર્ઝન રોડ બનાવવામાં આવેલ છે તે પણ ખુબ જ બિસ્માર હાલતમાં છે. તેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહનો ર૦ કી.મી.થી વધારે ઝડપે ચાલી શકતા નથી.

મહુવા શહેર ઔદ્યોગિક રીતે ખુબ જ અગ્રેસર છે.અ ા ઉપરાંત પીપાવાવ પોર્ટ, અલ્ટ્રા ટેક સિમેન્ટ વિગેરે જેવા મોટા અકમો પણ આ વીસ્તારમાં આવેલા છે. તેથી મહુવા અને આસપાસના વિસ્તારનો તમામ વાહનવ્યવહાર અને લોડીંગ વાહનો આ રોડ પરથી પસાર થાય છે. તેથી આ રોડની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકો અને મુસાફર જનતાને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે અને તેના ફળસ્વરૂપે આ વિસ્તારના ઉદ્યોગોને ખુબ જ વિપરીત અસર થયેલ છે. મુખ્ય રોડ ન બને ત્યાં સુધી સાઈડના રોડના જવાબદારી પણ સંબંધીત રોડના કોન્ટ્રાકટરની હોય છે. તેથી  મુખ્ય રોડની કામગીરી ઝડપથી પુરી થાય અને સાથે સાથે સાઈડનો રોડ પર રીપેર થાય તે માટે સત્વરે ઘટતુ કરવા ભાવનગર ખાતેના નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ડે. જનરલ મેનેજરને રજુઆત કરેલ છે.

Previous articleધોલેરાની પરણીતાએ પુત્રની હત્યા કરી પોતે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર
Next articleઆવતીકાલથી શહેરમાં ઠેર-ઠેર ગણેશઉત્સવનો પ્રારંભ