બજેટ ફોર ન્યુ ઇન્ડિયા બેનર હેઠળ ગાંધીનગર ખાતે મનસુખ માંડવિયા સાથે પરિસંવાદ યોજાયો

968
gandhi1-3-2018-1.jpg

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનીવર્સીટી ગાંધીનગર દ્વારા તા.૨૮/૦૨/૨૦૧૮ના રોજ ગાંધીનગર ખાતે ‘‘બજેટ ફોર ન્યુ ઇન્ડિયા’’ શિર્ષક હેઠળ સામાન્ય બજેટ ૨૦૧૮-૧૯ પર એક પરિસંવાદનું આયોજન કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝશીપીંગ કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં રાખેલ.
આ કાર્યક્રમમાં બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રી મનસુખ માંડવિયાએ જણાવેલ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નના નવા ભારતની નિર્માણની આધાર શિલારૂપ આ બજેટ છે. અમારી સરકારની કલ્પના છે કે દેશમાં કોઈ ગરીબે દવા વિના મરવું ના પડે, દરેક પાસે ઘરનું ઘર હોઈ, દરેક પાસે પાણી અને ગેસનું કનેક્શન હોઈ તથા તમામ નાગરિકોને રોજગારીની તકો હોઈ. આ બજેટમાં સરકારે જીવન ધોરણ સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરેલ છે. 
આ માટે ગ્રામ્યક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્ર પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે. રૂા.૨૧.૪૭ લાખ કરોડના કુલ વાર્ષિક ખર્ચના અંદાજ સામે રૂા.૧૪.૫૦ લાખ કરોડનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં કરાશે જેથી ગ્રામ્ય અર્થતંત્રને વેગ મળશે સાથે આ ખરીદશક્તિ વધતા શહેરી વેપારમાં વધારો થશે. વધુમાં ભારત સરકાર દેશનાં ૫૦ કરોડ ગરીબ લોકોને બહેતર સ્વાસ્થ્ય સુરક્ષા આપવા ‘‘આયુષ્યમાન ભારત’’ સ્કીમ લાવેલ છે. જેના થકી લોકાને આરોગ્ય સુરક્ષા મળશે અને સ્વસ્થ ભારતનું નિર્માણ શકય બનશે. આમ ગરીબ, ગામડું, કૃષિ, રોજગાર અને કારીગરોને તકો પ્રદાન કરતું વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ સર્વગ્રાહી છે.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ, મેનેજમેન્ટ, પ્રોફેસરઅને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાઈ લાભ લીધેલ હતો

Previous article૧૬૧૫૫ બેરોજગારોમાંથી ૨૩૬ યુવાનોને સરકારી નોકરી અપાઇ
Next article ગાંધીનગરમાંથી ટાયરચોરીના ગુનો ઉકેલાયો : ગેંગના ચાર સભ્યોની ધરપકડ