એક્ટર કાર્તિક આર્યનને જાહેરમાં જ અનન્યા પાંડેએ ખખડાવી નાંખ્યો

435

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ એક એવું શહેર જે પોતાની આગવી ખાણીપીણી અને રહેવાની આગવી ઢબ અને ત્યાંની રીતભાતના કારણે પ્રખ્યાત છે. અહીંનું સ્વાદિષ્ટ જમવાનું જીભને એક વખત ચખાડ્યુ એટલે સમજીલો કે તમને જીવનભર આનો ચસ્કો લાગેલો રહેશો. લખનઉમાં તમે જાઓ એટલે તમને કબાબથી લઈને ચાની લિજ્જત મળી જશે. સ્વાદના શોખીનો માટે તો આ શહેર એક સ્વપ્નનગરી છે. બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં આ શહેરની તાસીરને ખુબ સારી રીતે વર્ણવી છે. હાલ લખનઉ ચર્ચામાં છે કેમકે ત્યાં કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડેની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું શૂટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વની ભૂમિકા કરી રહી છે. કાર્તિક આર્યન અને અનન્યાએ ફુરસદના સમયે એક ચાના સ્ટોલ પર મુલાકાત લીધી હતી. કાર્તિકે ચાની ચુસ્કી લેતા લેતા કચોરીનો સ્વાદ માણ્યો હતો. અનન્યાને જ્યારે ચા પીવાની વાત કરીતો જાણવા મળ્યુ કે અનન્યાને તો ભઈ ચાની એલર્જી છે. તેની આ વાતથી કાર્તિક ખુબજ ચિડાયો અને ગુસ્સો કરી કહ્યુ કે જો તને એલર્જી હોય તો તું શું કામ ચા પીવા અહી આવી? આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર્તિક અનન્યાને ધમકાવી રહ્યો છે. એક્ટરના આ ગુસ્સાને જોતા અનન્યાએ પણ મોં ચડાવ્યુ હતુ. અનન્યા વીડિયોમાં ખુબજ ક્યુટ લાગી રહી છે.

Previous articleફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં સલમાન ખાનનો કેમિયો હશે
Next articleરાખી સાવંત મારા સંતાનની મા બનવાની છેઃ દીપક કલાલ