એશિયન રમતોમાં સુવર્ણ પદક વિજેતા શૉટપુટ ખેલાડી તેજીંદરપાલ સિંહ તૂરે શનિવારે ચેક ગણરાજ્યમાં પોતાના છેલ્લાં પ્રયાસમાં ૨૦.૦૯ મીટરનો થ્રો ફેંકીને રજત પદક જીત્યો હતો. આ વર્ષ અર્જૂન પુરસ્કાર જીતનારા તૂલ એપ્રિલમાં એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ જીતીને વિશ્વ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે.
તેજીંદરે તેની પહેલાં ૧૯.૦૯, ૧૯.૦૧૫, ૧૯.૮૭ અને ૧૯.૭૫ મીટરનો થ્રો કર્યો હતો. ભાલો ફેંકનારા એથલિટ શિવપાલ સિંહે પણ ટૂર્નામેન્ટમાં સ્વર્ણ પદક જીત્યુ હતુ. લગભગ એક મહિના બાદ પાછા ફરેલાં શિવપાલે ૮૧.૩૬ મીટરનાં થ્રોની સાથે પહેલું સ્થાન મેળવ્યુ હતુ.
વિપિન કસાનાએ ૮૦.૧૩ મીટર થ્રોની સાથે રજત પદક જીત્યુ હતુ. મહિલાઓમાં અનુ રાની ૬૦.૮૭ મીટરના થ્રોની સાથે બીજા સ્થાને રહી હતી. જાપાનની હરુકા કિતાગુચી ૬૧.૯૪ મીટરનાં થ્રોની સાથે પહેલાં સ્થાને પર રહી હતી.