સોનમ કપૂર સ્ટારર ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં સોનમે ઝોયા સોલંકીનો રોલ પ્લે કર્યો છે જે ઇન્ડિયાની લકી ચાર્મ છે. હવે સોનમે જણાવ્યું છે કે ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો પણ છે. શાહરુખ ખાન અને બીજા એક વ્યક્તિનો પણ ફિલ્મમાં નાનો પાર્ટ છે. ફિલ્મના એક્ટર દુલ્કર સલમાને કહ્યું કે, ‘આપણે ઓડિયન્સ માટે થોડું સરપ્રાઈઝ બચાવીને રાખીએ.’
ફિલ્મમાં મલયાલમ ફિલ્મોનો સુપરસ્ટાર દુલ્કર સલમાન ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન નિખિલની ભૂમિકામાં છે જ્યારે સોનમ ફિલ્મમાં ટીમની લકી મેસ્કોટનું કેરેક્ટર પ્લે કરી રહી છે. ફિલ્મમાં સોનમના કાકા સંજય કપૂર તેનાં પિતાના રોલમાં છે. આ ફિલ્મની વાર્તા રાઇટર અનુજા ચૌહાણની નોવેલ ’ધ ઝોયા ફેકટર’ પર આધારિત છે. અભિષેક શર્માએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.