FPI દ્વારા ઓગસ્ટમાં કુલ ૫૯૨૦ કરોડ ખેંચી લેવાયા

337

વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૫૯૨૦ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે. ગયા સપ્તાહમાં એફપીઆઈ ઉપર વધારવામાં આવેલા સરચાર્જને પરત ખેંચવામાં આવ્યા બાદ હવે સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ શકે છે. ઓગસ્ટ મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાંથી નાણાં પાછા ખેંચવામાં આવ્યા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી ૩૦મી ઓગસ્ટના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૭૫૯૨.૨૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટમાં ૧૧૬૭૨.૨૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ જે નાણાં પાછા ખેંચવામાં આવ્યા છે તે આંકડો ૫૯૨૦.૦૨ કરોડ રૂપિયા થઇ ગયા છે. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.  અમેરિકી અને ચીનના ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે એફપીઆઈ દ્વારા જે નાણાં રોક્યા તેના કરતા વધુ નાણાં પાછા ખેંચ્યા છે. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો.

Previous articleયશસ્વિનીએ ભારતને અપાવ્યો ત્રીજો ગોલ્ડ, ઓલિમ્પિકમાં દેશની ૯મી શૂટરને સ્થાન
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો