શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૭૨૨૨.૫૩ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે. એચડીએફસી ટિ્વન અને આઈટીસીમાં સૌથી વધુ વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં જે કંપનીઓની માર્કેટ મૂડી વધી છે તેમાં ટીસીએસ, એચડીએફસી બેંક, એચયુએલ, ઇન્ફોસીસ, આઈટીસીનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહ દરમિયાન આરઆઈએલ અને કોટકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૨૧૬૫૭.૬૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૩૭૩૮૬૦.૪૧ કરોડ થઇ ગઇ છે. જ્યારે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૭૯૫૦.૪૮ કરોડ વધીને ૬૦૯૪૪૧.૪૬ કરોડ થઇ ગઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી ૧૧૯૧૭.૧૭ કરોડ સુધી વધી છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૩૦૧૬૫૭.૭૬ કરોડ સુધી પહોંચી છે. આઈટીસી ઉપરાંત ટીસીએસની માર્કેટ મૂડી વધીને ૮૪૭૩૦૭.૨૩ કરોડ સુધી પહોંચી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ઘટીને ૭૯૧૩૪૪.૪૫ કરોડ થઇ ગઇ છે. કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૬૩૧ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો અથવા તો ૧.૭૨ ટકાનો વધારો નોંધાયો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા બુસ્ટર પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ માર્કેટ મૂડીમાં વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ આર્થિક તેજી પણ આવી છે.