તત્કાલ ટિકિટ બૂકિંગ સેવા રેલવે માટે દૂધ આપતી ગાય સમાન સાબિત થઈ છે. આ સેવાના કારણે રેલવેને છેલ્લા ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન ચાર વર્ષમાં ૨૫૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે.
આરટીઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રેલવેએ ઉપરોક્ત ખુલાસો કર્યો છે.ઉલ્લેખનીય છે કે, તત્કાલ સેવાનો ૧૯૯૭થી કેટલીક પસંદગીની ટ્રેનો માટે પ્રારંભ થયો હતો. એ પછી ૨૦૦૪માં આખા દેશમાં આ સેવાને લાગુ કરવામાં આવી હતી. આ ટિકિટ માટે સેક્ન્ડ ક્લાસમાં મૂળ ટિકિટ કરતા ૧૦ ટકા વધારે અને બાકીની કેટેગરીમાં ટિકિટની ઓરિજિનલ કિંમત કરતા ૩૦ ટકા વધારે રકમ લેવામાં આવે છે.એપ છી ૨૦૧૪માં પ્રીમીયમ તત્કાલ સેવા શરુ કરવામાં આવી છે. જેમાં છેલ્લી ઘડીએ ટિકિટ બૂક કરાવવા માંગતા વ્યક્તિએ સીટની ઉપલબ્ધતાના આધારે ટિકિટ માટે પૈસા ચુકવવા પડે છે. હાલમાં ૨૬૭૭ ટ્રેનોમાં તત્કાલ ટિકિટ સેવા ચાલુ છે.