ફરી એક વાર લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગ ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના જુનાગઢની હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોક ડાયરામાં ૨ યુવાનોએ હજારો લોકોની મેદની વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
પ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં રાજભા ગઢવીની એન્ટ્રી થતા જ હજારો લોકોની મેદની વચ્ચે બે યુવાનોએ ધડાધડ આકાશી ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ લોક ડાયરામાં રાજભા ગઢવીના લોક ગીતોની લોકો મજા માણી રહ્યાં હતા તે દરમિયાન સ્ટેજ પર નોટોના વરસાદ વચ્ચે બે યુવાનો દ્વારા ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જુનાગઢના કેશોદના મઢડાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મઢડામાં માતાજી સોનલ આઈના સ્થાનક છે. આ સ્થાનક ચારણ અને ગઢવી સમાજના આસ્થાનું પ્રતીક છે.