AMC જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં સુપરવાઇઝરે પેપર લખાવ્યુ હોવાનો આરોપ

408

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ગેરરીતિ થયાનો પરીક્ષાના ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મણિનગરની રાજા ભગત સ્કૂલમાં પરીક્ષાના ઉમેદવારે સુપરવાઈઝરે પેપર લખાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. જેથી ઉશ્કેરાયેલા ઉમેદવારો અને દ્ગજીેૈંંએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

છસ્ઝ્રની ક્લાર્કની ભરતીમાં ગેરરીતિના આક્ષેપના વિવાદ સાથે મણિનગરની સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો. પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરે એક પરિક્ષાર્થીને પેપર લખવામાં મદદ કરી હોવાના આક્ષેપ કરતા અન્ય હાજર પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો.

પહેલીવાર એવી પરીક્ષા હતી જેમાં સીસીટીવી બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. શું પરીક્ષામાં પહેલાથી જ સેટિંગ થઈ ગયું હતું? સીસીટીવી બંધ રાખવા પાછળ શુ હેતું? કોની સૂચનાથી સીસીટીવી બંધ રાખવામાં આવ્યા હતા? સીસીટીવી બંધ રાખીને ખાનગી વીડિયોગ્રાફર રાખવા શું ઉદ્દેશ્ય હતું ?જેવા કેટલાક પ્રશ્નો હાલ ઉભા થઈ રહ્યાં છે.

Previous articleરાજભા ગઢવીના લોક ડાયરામાં જાહેરમાં આકાશી ફાયરિંગનો વીડિયો વાયરલ
Next articleઢબુડીના નાટકનો વધુ પર્દાફાશઃ હંમેશા તેની સાથે બે મહિલાઓ રહેતી