ઢબુડી માના નામે પોતાને ઓળખવનાર ધનજી ઓડને લઈને વધુ એક વાર વિવાદ સામે આવ્યો છે. ધનજી ઓડના ચાંદખેડા ખાતે બીજું મકાન પણ ધરાવે છે તે વાતનો પર્દાફાશ થયો છે. ચાંદખેડામાં આવેલ સકલ રેસિડન્સીમાં ધનજી ઓડ ભાડે રહેતો હતો. જોકે સ્થાનિકોના વિરોધના પગલે ધનજી ઓડને ફ્લેટ ખાલી કરવાનો વારો આવ્યો હતો.
ધર્મના નામે લોકોની આસ્થા સાથે ખેલનાર ધનજી ઓડ પોતાને માતાજી ગણાવે છે, પણ ધનજી ઓડ આલીશાન બગલા અને ફ્લેટમાં રહેવા ટેવાયેલા છે. ચાંદખેડામાં આલીશાન બંગલા બાદ ચાંદખેડા ગામમા ફ્લેટમાં ધનજી ઓડ ભાડે રહેતો હતો.
નવા ફ્લેટમાં જ્યાં રહેતો હતો, ત્યાં પણ ધનજી ઓડ પોતાને માતાજીના સ્વરૂપ માનીને ફરતો હતો. જોકે રહેણાક વિસ્તારમાં ધનજી ઓડના અનુયાયી આવવાના કારણે લોકો પરેશાન થતા અને કંટાળીને સ્થાનિક લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો, તેમ છતાં મકાન ખાલી કરવાનું કેહવા છતાં ધનજી મકાન ખાલી કરતો નહોતો. ત્યારે આખરે રહીશોએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી હતી.
ત્યાર બાદ ધનજી ઓડે મકાન ખાલી કર્યું હતું. જોકે આ દરમ્યાન ધનજી જ્યા પણ જતો તેની સાથે બે માહિલા હંમેશા તેમની સાથે રહેતી હતી. તેવું સ્થાનિકોનું કેહવું છે. આ મહિલા કોણ હતી તે પણ પ્રશ્ન ઉદભવી રહ્યા છે.