મોટર વ્હીકલ એક્ટ(એમેન્ડમેન્ટ)-૨૦૧૯ના નવા નિયમો અને જોગવાઇઓનો આજે તા.૧લી સપ્ટેમ્બરથી અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજય અને દેશભરમાં એકસાથે અમલ થઇ ગયો છે. જો કે, મોટર વ્હીકલ એકટના અમેન્ડમેન્ટમાં નવા નિયમો અને જોગવાઇઓ વધુ આકરા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને દંડનીય જોગવાઇ વધુ પડતી અને એકદમ આકરી હોઇ વાહનચાલકોમાં પહેલા જ દિવસથી ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા નવા નિયમો અને જોગવાઇ મુજબ, દંડનીય વસૂલાત સહિતની અમલવારી શરૂ કરી દીધી હતી, જેને લઇને પણ વાહનચાલકોમાં એક રીતે ભારે નારાજગીની લાગણી જોવા મળતી હતી. કારણ કે, હવે હેલ્મેટ નહી પહેરવા બદલ રૂ.એક હજાર, સીટ બેલ્ટ નહી પહેરવા બદલ રૂ.એક હજાર અને લાઇસન્સ વિના ડ્રાઇવીંગ કરવા બદલ રૂ.પાંચ હજાર સુધીના આકરા દંડની જોગવાઇઓ લાગુ થઇ ગઇ છે. તો, હવે દારૂ પીને ગાડી ચલાવવા પર ૧૦ હજારનો દંડ થશે અને વાહનનો વીમો ન હોવા પર રૂ.૨,૦૦૦ રૂપિયા પેનલ્ટી લાગશે. નવા નિયમો અને જોગવાઇઓની ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા પહેલા દિવસથી જ અમલવારી શરૂ કરી દીધી હતી. જો કે, આજે રવિવાર હોવાથી તંત્રની ઝુંબેશ થોડી હળવી રહી હતી પરંતુ આવતીકાલથી નવી જોગવાઇઓની અમલવારી કડકાઇથી શરૂ કરવામાં આવે તેવી પૂરી શકયતા છે. બીજીબાજુ, અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એકટની નવી જોગવાઇઓ અને નિયમો વધુ પડતા આકરા અને અસહનીય છે.
સામાન્ય કે ગરીબ માણસોને આટલી પેનલ્ટી કે દંડ પોષાય તેમ નથી. નિયમ કે જોગવાઇ હોય તે સારૂં છે પરંતુ તે વ્યવહારિક અને નાગરિકોને પોષાય તેવા દર હોવા જોઇએ. આટલી આકરી જોગવાઇઓના કારણે આમજનતા ખાસ કરીને સામાન્ય વાહનચાલકો-લોકોમાં એક પ્રકારે ડર અને ફફડાટની લાગણી જોવા મળી રહી છે.
નવા ટ્રાફિક નિયમો શું છે….
ગુનો જૂનો દંડ હવે નવો દંડ
સીટ બેલ્ટ નહી પહેરવા પર ૩૦૦ ૧૦૦૦
ટુ વ્હીલર પર બેથી વધુ સવારી ૧૦૦ ૧૦૦૦
હેલ્મેટ નહી પહેરવા પર ૨૦૦ ૧૦૦૦ અને ત્રણ માસ
માટે લાઇસન્સ સસ્પેન્ડ
ઇમરજન્સી વાહન(એમ્બ્યુલન્સ)ને રસ્તો ૦૦ ૧૦,૦૦૦
નહી આપવા બદલ
લાઇસન્સ વિના ડ્રાઇવીંગ કરવા બદલ ૫૦૦ ૫૦૦૦
લાઇસન્સ રદ હોય તો ડ્રાઇવીંગ કરવા બદલ ૫૦૦ ૧૦,૦૦૦
ઓવરસ્પીડ ૪૦૦ ૨૦૦૦
જોખમી ડ્રાઇવીંગ કરવા બદલ ૧૦૦૦ ૫૦૦૦
દારૂ પીને ડ્રાઇવીંગ કરવા બદલ ૨૦૦૦ ૧૦,૦૦૦
ચાલુ ડ્રાઇવીંગમાં વાત કરવા બદલ ૧૦૦૦ ૫૦૦૦
પરમીટ વિના વાહન ચલાવવા બદલ ૫૦૦૦ ૧૦,૦૦૦
ગાડીઓમાં ઓવરલોડીંગ હોય તો ૨૦૦૦ અને તે પછી ૨૦૦૦ અને તે પછી
પ્રતિ ટન ૧૦૦૦ પ્રતિટન રૂ.૨૦૦૦
ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવવા પર રૂ.૧૦૦૦ ૨૦૦૦
નાબાલિગ દ્વારા વાહન ચલાવવા પર રૂ.૦૦ ૨૫ હજાર અને વાહનનું
રજિસ્ટ્રેશન રદ અને ગાડી
માલિકને દોષી માની,
નાબાલિગને ૨૫ વર્ષ સુધી
લાઇસન્સ નહી