૧૧૦૦ કિલો તેલની થયેલ ચોરીમાં એક શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો

1341
bhav1-3-2018-8.jpg

ગારિયાધારમાં તેલ કપાસીયા ખોળની દુકાનમાં તસ્કરો ત્રાટકી કુલ ૧૧૦૦ કિલો તેલની ચોરી કરી નાસી છુટ્યાની ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં ગારિયાધારના મફતપરા વિસ્તારમાં રહેતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. 
પ્રાપ્ત વિગત મુજબ, ગારિયાધારમાં વાવ પ્લોટ ખાતે તેલ કપાસીયા ખોળની દુકાન ધરાવતા અમીતભાઈ બાબુભાઈ લોહાણાએ ગારિયાધાર પોલીસમાં ફરિયાદ આપી હતી કે, ગતરાત્રિના તેમની દુકાનના તાળા-નકુચા તોડી કોઈ અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ કરી તેલના ડબ્બા પ૦ નંગ અને તેલના પ લીટરના કેન ૧૦૦ નંગ કિ.રૂા.૯૦,૭૦૦ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.પી. અગ્રાવતે હાથ ધરી હતી. જે ગુના સબબ ગારિયાધાર પોલીસ સ્ટેશનના એન.આર. પઢીયાર તથા હેડ કોન્સ્ટેબલ પી.કે. ગામેતી, પો.કો. દિલીપભાઈ ખાચર, શક્તિસિંહ સરવૈયા, મયુરસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, તિરૂણસિંહ સરવૈયા તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે ગારિયાધારના મફતપરામાં રહેતા હસુભાઈ અરજણભાઈ જાદવને ચોરી કરેલ તેલના ડબ્બા નંગ-૧૮ કિ.રૂા.ર૭,૦૦૦ તેમજ પામોલીન તેલના કેન પ લીટરના નંગ-૩૬ કિ.રૂા.૧૪,પ૦૦ તેમજ એક મારૂતિ ફ્રન્ટી કિ.રૂા.૪૦,૦૦૦ સહિતની ચીજવસ્તુઓ મળી ૮૧,પ૦૦ના મુદ્દામાલ સાથે આરોપી હસુભાઈ જાદવની ધરપકડ કરી ગણતરીની કલાકોમાં ચોરીનો ગુનો ઉકેલ્યો હતો. 

Previous article આજે હોળી, આવતી કાલે ધૂળેટીની કરાશે ઉજવણી
Next article નિરમા કંપનીમાંથી ચોરી થયેલ ઈલેક્ટ્રીક વાયર સાથે ૧ ઝડપાયો