બાબરા થી નીલવડા જવા ના રસ્તા નજીક આવેલ જુના તળાવ ની શિમ વિસ્તાર માં મોડી સાંજે જમીન માં દબાવેલી સૌની યોજના લીંક ૫ ની પેટા ૪ નંબર ની લાઈન જમીન માંથી એકા એક પાચ ફૂટ જેટલી બહાર આવી જતા ખેડૂત ના ૫૦૦ મિટર ઉભા પાક માં મોટા નુકશાન થવા ની સાથો સાથ બે વર્ષ પહેલા સરકારી તંત્ર અને કોન્ટ્રાકટર દ્વારા થયેલા કામ નું પુરતું વળતર પણ નહી ચૂકવાયા નો આક્ષેપ ખેડૂત વર્ગ દ્વારા થયો છે
મળતી વિગત મુજબ આજે નીલવડા રોડ સ્થીત ખેડૂત ખાતેદાર જીલુભાઈ ડાભી રમેશભાઈ ડાભી અને ભરતભાઈ ડાભી ની ખેતી ની જમીન માંથી પસાર થતી સૌની યોજના હસ્તક ની પાણી ની પાઈપ એકાએક બહાર આવતા જમીન માં વાવેતર કરેલ કપાસ તલ અને શાકભાજી ના ઉભા પાક માં મોટું નુકશાન જણાઈ આવ્યું છે ખેડૂતો ના જણાવ્યા મુજબ બે વર્ષ પહેલા શરૂ કરવા માં આવેલ કામ સમયે સરકારી બાબુ અને કોન્ટ્રાકટરે ખેડૂતો ને આગોતરી જાણ કર્યા વગર પાઈપ લાઈન ફીટીંગ ની કામગીરી હાથ ધરવા માં આવેલી બાદ યોગ્ય વળતર પણ આજ દિવસ સુધી મળવા પામેલ નથી બાદ જમીન માં અંદાજીત ૧૦ ફૂટ ના વ્યાસ વાળી પાઈપ ફીટીંગ કરી દીધા ના બે વર્ષ થવા છતાં હજુ આ લાઈન માંથી પાણી પસાર કરવા માં આવેલ નથી અને જમીન માં દાબેલી બંધ લાઈન આજે એકાએક ચાર થી પાચ ફૂટ જેટલી બહાર આવી જતા નબળા કામ ની પ્રતિતિ સામે આવી છે મોડી સાંજે બનેલા બનાવ થી કુતુહલ સર્જાતા લોકો ના ટોળા બનાવ સ્થળે ટોળા વળવા પામેલ છે અને હજુ પણ આ લાઈન વધારે બહાર આવી રહ્યા નું જાણવા મળી રહ્યું છે ખેડૂત આગેવાન હરેશભાઈ દાનાવાડિયા ના જણાવ્યા મુજબ સરકારી કોન્ટ્રાકટરો દાદાગીરી થી પાઈપ લાઈન ફીટીંગ કરી ચુક્યા છે જયારે લાઈન ફીટીંગ કામગીરી કરવા માં આવી ત્યારે આગોતરી જાણ કર્યા વગર કામગીરી કરવા માં આવી હતી અને સરકાર તરફ થી વળતર મળવા અંગે જણાવ્યું હતું પરંતુ ખેડુતો ને માત્ર વળતર પેટે સામાન્ય રકમ ના ચેક આપ્યા બાદ બાકી રકમ ના ચેક આજ દિવસ સુધી મળવા પામેલ નથી ખેડૂતો દ્વારા આગામી દિવસો માં પાક ના નુકશાન સહિત વળતર ના મુદ્દે આવેદન આપવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.