દામનગર શહેર ના સયંભુ પ્રગટ કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં શામવેદી બ્રહ્મણો એ ભગવાન બ્રહ્માજી ના પૂજન સાથે યજ્ઞો પવિત જનોઈ ધારણ કરી અગસ્ત જન્મા કુંભ અનેક દ્રવ્યો ના દાતા કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞો પવીત કરતા બ્રહ્મ કુમાર માં વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ એ વાતાવરણ ને ધર્મમય બનાવ્યું
દામનગર શહેર ના સમસ્ત શામવેદી બ્રહ્મણ દ્વારા શહેર ની દક્ષિણ દિશા એ પ્રાચીન શિવાલય ખાતે ખૂબ મોટી સંખ્યા માં યજ્ઞપવીત જનોઈ ધારણ કરી હતી વહેલી સવાર થી જ બ્રહ્મકુમારો નો અવરીત પ્રવાહ દામનગર શહેર ના શ્રી કુંભનાથ મહાદેવ મંદિર તરફ શરૂ થયો અને વિદ્વાન પંડિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ ના મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત જનોઈ ધારણ કરતા પૂર્વે ભગવાન શ્રી બ્રહ્માજી નું પૂજન અર્ચન કરાયું હતું