શહેરના પ્રેસરોડ ક.પરા વિસ્તારમાં ભંગારની કેબીન ધરાવતા શખ્સને ચોરી થયેલ ર૯૪ કિલો ઈલેક્ટ્રીક વાયર સાથે એસઓજી ટીમે ઝડપી લીધો હતો. જ્યારે ચોરી કરનાર શખ્સને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ ડી.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે પ્રેસરોડ, ક.પરા. નાની સડક જે.બી.ના ગેરેજ પાસે પુઠા-પસ્તી/ભંગારની કેબીન ચલાવતા મહેશભાઇ છનાભાઇ મકવાણા/કોળી ઉ.વ.૩૮ રહેવાસી કુંભારવાડા, મોતીતળાવરોડ માંગલમાનો ચોક, જુના બંદરરોડ, મેલડીમાનો ખાંચો ભાવનગરવાળાને ઇલેક્ટ્રીક કેબલ વાયર વજન ૨૯૪ કિલો કિ.રૂ઼ ૨૯૪૦૦/- ના મજકુર પાસે કોઇ આધાર પુરાવા ન હોય જેથી શક પડતી મિલ્કત ગણી વાયર કબ્જે કરેલ અને આરોપીની ઘરપકડ કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આરોપી પાસેથી મળી આવેલ કેબલ વાયર બાબતે પુછતા પોતાને આ વાયર દશેક દિવસ પહેલા ઇરફાનભાઇ રહે. મોતીતળાવરોડ ભાવનગરવાળો વેચી ગયેલ હોવાનું અને તેને આ વાયર નિરમા કંપનીમાંથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી એ.એસ.આઇ. જી.પી.જાની, હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ, અતુલભાઇ ચુડાસમા, યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.