ભાવનગર શિશુવિહારના સ્થાપક સભ્ય હીરાબહેન માનભાઈ ભટ્ટ તથા અંજન ભરતભાઈ પંડ્યા ની પુણ્ય સ્મુતિમાં તા.૧. સપ્ટેમ્બરે શિશુવિહાર સંસ્થામા અતુલ્ય ભારત વિષયે ચિત્ર સ્પર્ધા યોજાય હતી. આ કાર્યક્રમમા ધોરણ ૧.થી ૪. ૫.થી ૮. તેમજ ૯. થી ૧૨.અને ૧૨.થી ઉપરના ૧૭૦ વિદ્યાર્થિ ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો.છેલ્લા ૬. વર્ષ થી સાતત્યપુર્ણ રીતે યોજાતા સજૅકતા કાર્યક્રમ અંતઞૅત ભારત ની સાંસ્કૃતિક અને ભાવનાત્મક વિશાળતાને વ્યકત કરવા ઉત્તમ ચિત્રોને પંસદ કરી શિશુવિહાર વર્ષ ૨૦૨૦- ૨૧ નુ કેલેન્ડર તૈયાર કરી ચિત્રકારની તસ્વીર, નામ સાથે પ્રકાશિત કરાનાર છે. આ કાર્યક્રમ સ્વ.ખોડીદાસ પરમાર કલા વૃંદના સંવાહક શ્રી અશોકભાઈ પટેલ તથા શ્રીરમેશભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ સ્પર્ધામા ઉત્તમ દેખાવ કરનાર ૧૨ વિધાર્થીને તા.૭ સપ્ટેમ્બરે પુરસ્કૃત કરવામાં આવશે.