પ્રોહીબીશનના ગુન્હાના આરોપીને પાસા હેઠળ ભુજ જેલ હવાલે કરાયો

563

આઈજી અશોકકુમાર યાદવ તથા એસ.પી. જયપાલસિંહ રાઠોડ સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર ભાવનગર વિભાગના સિધા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશના ગુનામાં અટકાયત થયેલ ઈસમ વિરૂધ્ધ પાસા એટક હેઠળ પગલા લેવા સુચના કરેલ  હોય જે અન્વય ે બોરતળાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. કે.એમ.રાવલએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અગાઉ દાખલ થયેલ ઈંગ્લીશ તેમજ દેશી દારૂમાં પકડાયેલ ઈસમ સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયાની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જ ે દરખાસ્ત કલેકટર ભાવનગર તરફથી મંજુર થતા આજરોજ બોરતળાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.સી. રંગપડીયા તથા ડી.સ્ટાયફ પો.સબ.ઈન્સ. આર.એ.વાઢેર તથા હેડ કોન્સ. ડી.બી. ભંડારી, એચ.જે.મકવાણા તથા ડી.સ્ટાફના એએસઆઈ પી.પી.રાણા તથા ડી.કે.ચૌહાણની ટીમ બનાવી ઉપરોકત આરોપીને શોધી કાઢી પાસા અટકાયતમાં લઈ ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં ઈકો ફ્રેન્ડલી સ્પર્ધાનું આયોજન કરાયું
Next articleભાવનગર જિલ્લામાં મેઘમહેર  ઉમરાળમાં અઢી ઈંચ વરસાદ