બરવાળામાં ઈકો  ફ્રેન્ડલી ગણપતિજીની મુર્તિ જાતી બનાવી તેનું સ્થાપન કરી ઉત્સવની ઉજવણી કરાઈ

538

બરવાળા માં આજથી ગરવા ગણપતિ દાદા ના ઉત્સવ નિ ઉજવણી નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિ જાતે બનાવી વિધિવત રીતે સ્થાપના કરી ઉત્સવ નિ ઉત્સાહભેર ઉજવણી કરવાંમાં આવશે

બરવાળા ખાતે મહાવીર જીન પાસે રહેતા અલ્પાબા વિજયસિંહ ચુડાસમા દ્વારા દુંદાળા ગણપતિ દાદા ની જાતે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તેમજ મૂર્તિ નું વિસર્જન જડપથી થાય તેવા ઉમદા હેતુથી અલ્પાબા ચુડાસમા દ્વારા જાતે માટી માંથી મૂર્તિ બનાવવામાં આવી તેમજ મૂર્તિ ને અવનવા આભૂષણો થી સજાવવામાં આવી હતી જે ગણપતિ દાદાની મૂર્તિ ની વિધિવત રીતે સ્થાપના કરી ઉત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે

અમારા ઘરે અમે જાતે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી છે પર્યાવરણને નુકસાન ન થાય તેવા હેતુથી અમે ઈકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી ઉત્સવ નિ ઉજવણી ઉત્સાહભેર કરવાના છીએ તેમજ મૂર્તિ નું વિસર્જન પણ અમારા ઘરે જ પાણી માં કરવાના છીએ જેથી પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને લોકો ને એક સંદેશ પણ આપવા માંગીએ છીએ કે પીઓપી ના બદલે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરવી જોઈએ તેમ અલ્પાબા વિજયસિંહ ચુડાસમાંએ કહ્યું હતું.

Previous articleદામનગર : કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં શામવેદી બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી
Next articleભાવનગર શિશુવિહાર ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ