પૂજય બાપુની નિશ્રામાં તા. ૧-૯ને રવિવારે સવારે ૯-૩૦ કલાકે કૈલાસ ગુરૂકુળ ખાતે ઓગણીસમાં સંસ્કૃત સત્રનો શુભારંભ થયો. આદિ શંકરાચાર્ય વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલ આ સત્રની પ્રથમ સંગોષ્ઠીના પ્રથમ વકતા નગીદાસ સંઘવીએ વિષય પરિકલ્પનાની રજુઆત કરી તેમણે જણાવ્યું કે શંકરાચાર્યને સમજવાનું અધરૂં છે. શ્રીધર પંડિતે કહ્યું છે કે સાગરની ઓળખ સાગર ઉપરથી કુદીને સાગર પાર કરનારાને હોતી નથી. એને તો પાતાળ સુધી પહોંચેલા મંદરાચલ જ જાણી શકે. અહીં એવા કેટલાક મંદરાચલ ઉપસ્થિત છે. જેનો આપણને લાભ મળશે. બીજા વકતા બલદેવાનંદ સાગરે શાંકર દિગ્વિજય વિષય પરનું પોતાનું પરિશિલન પ્રસ્તુત કરતા કહ્યું કે શંકરાચાર્યજી ભગવાન શિવ્જીના અવતાર છે. જમેણે ભારતમાં વૈદિક ધર્ના પુનઃ સ્થાપિત કર્યો છે. શંકરાચાર્યનું મુળ નામ શંકર હતું પરંતુ સન્યાસદિક્ષા પછીનું તેમનું નામ ભાગવદપાદ હતું. ભારતની અનેક ભાષાઓમાં વિદ્વાનોએ શંકરાચાર્યના ગ્રંથો પર ભાષ્ય રહ્યા છે. ત્રીજા વકતા સુચિતાબહેન મેહતાએ બૃહદારણ ઉપનિષદ ભાષ્ય પર પોતાનું મનનીય વકતવ્ય રજુ કર્યુ તેમણે કહ્યું કે આ ગ્રંથ સૌથી પ્રાચીન ઉપનીષદ છે જે અદ્વૈતના તત્વજ્ઞાનને સ્પષ્ટ કરે છે. તેમણે બ્રહદારણ્યક ઉપનિષદ ભાષ્યના છ એ અધ્યાયનું રસપ્રદ વિહંગાવલોકન રજૂ કર્યું. સંગોષ્ઠીના ચોથા વકતા વિજયભાઈ પંડયાએ બ્રહ્મસુત્ર તત્વચિંતન પર અભ્યાસપુર્ણ વકતવ્ય આપ્યું તેમણે કહ્યું કે શંકરાચાર્યજીના ભાષ્ય માટે એટલું જ કહી શકાય કે તે ન ભુતો ન ભવિષ્યતિ છે. તેમણે કહ્યું કે જે અવિનાશી છે તે બ્રહ્મ છે અને તે જ અંતિમ સત્ય છે. સકામ કર્મ અધોગતિ તરફ લઈ જાય છે જયારે મિષ્કાય કર્મ બ્રહ્મ તરફ લઈ જાય છે.
સંગોષ્ઠીનું સરસ સંચાલક વસંતભાઈ પરીખે કર્યું. દ્વિતિય સંગોષંઠીનું સંચાલન બલદેવાનંદ સાગરે કર્યુ સંગોષ્ઠીના પ્રથમ વકતા વિફલ નાડકર્ણીએ શંકરાચાર્યજી કી સોત્રાધારા પર વકતવ્ય રજુ કર્યું. જેમાં તેમણે શાસ્ત્રીય રણમાં સ્તોત્રગાન કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા બીજા વકતા પ્રકાશ પાંડેએ કેનોપનિષદ પર માનનીય વકતવ્ય આપ્યું તેમણે જણાવ્યું કે કેનોપનિષદ સહુથી નાનો ગંરંથ હોવા છતાં ઘણો મહત્વનો છે. સંગોષ્ઠીના ત્રીજા વકતા જટાશંકર તિવાર રહ્યા હતાં.