ભાવનગર જિલ્લામાં મેઘમહેર  ઉમરાળમાં અઢી ઈંચ વરસાદ

482

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં અઢી ઈંચ, ભાવનગર શહેરમાં એક ઈંચ, સિહોરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે.

ગોહિલવાડ પંથકમાં રવિવારે બપોરે ઉમરાળામાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ઉમરાળામાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જયારે ભાવનગર શહેરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.

ભાવનગરના ઉમરાળામાં પ૯ મી.મી. ભાવનગર શહેરમાં રપ મી.મી. અને સિહોરમાં ૧૬ મી.મી. વરસાદ સાંજના છ વાગ્યા સુધીમાં નોંધાયો છે.

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન રપ.૬ ડિગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૮ ટકા અને પવનની ઝડપ ર૮ કી.મી. પ્રતિકલાકની રહેવા પામી છે.

Previous articleપ્રોહીબીશનના ગુન્હાના આરોપીને પાસા હેઠળ ભુજ જેલ હવાલે કરાયો
Next articleચિત્રા જીઆઈડીસી પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે પાંચ આરોપી ઝડપાયા