બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સ. કે.એમ.રાવલ માર્ગદર્શન સુચના હેઠળ ડી.સ્ટાફના પો.સબ. ઈન્સ. આર.એ.વઢેરા તથા એ.એસ.આઈ. પી.પી.ટાણા તથા હેડ કોન્સ. ડી.કે.ચૌહાણ, હેડ કોન્સ્. પી.ડી.ગોહિલ, પો.કોન્સ. વિજયભાઈ સોલંકી તથા સત્યજીતસિંહ ગોહિલ, પો.કોન્સ. ધર્મદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પો.કોન્સ. નિલમબેન વારડીયાએ રીતેના પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યન બોરતળાવ પો.સ્ટે.માં ગુનો તા. ૩૧-૮-ર૦૧૯ના રોજ રજી થયેલ. હોય જે મિલ્કત વિરૂધ્ધ ગુન્હો ડીટેકટ કરવા માટે બોરતળસાવ પો.સ્ટે.ના સર્વલન્સ સ્ટાફના પો.સબ. ઈન્સ. આર.એ.વાઢેર સર્વલન્સ સ્કોડના માણસોની જુદી-જુદી ટીમો બનાવી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચિત્રો જીઆઈડીસીમાં હાદાનગર જવાના રસ્તે પાસે પહોચતા શંકાસ્પદ પાંચેક ઈસમો મળી આવતા જેમાંર મજાનભાઈ મજીદભાઈ મકવાણા (ઉ.વ.૧૯), ઈદ્રીશભાઈ આદમભાઈ ચૌહાણ (ઉ.વ.ર૪), મહેશભાઈ ગોરધનભાઈ અડાણીયા (ઉ.વ.ર૦), અબ્બાસભાઈ રજાકભાઈ મકવાણા (ઉ.વ.રર), કિશોરભાઈ મનજીભાઈ મકવાણા (ઉ.વ.રર) રહે. નેસડાતા. સિહોર વાળાઓ એક લ્યુના તેમજ એક હોન્ડા સાથે પ્લાસ્ટીકના કોથળા મળી આવતા તેને ચેક કરતા તાંબા પિતળનો સ્ક્રેપનો માલ સામાનની ભરેલ હોય જે માલ સામાન બાબતે પુછપરછ કરતા તેઓએ આ તાંબા પિતળનો સ્ક્રેપનો માલ સામાનની ચોરી મોતીતળાવમાં ગોડાઉનમાંથી કરેલાનું જણાવેલ જેની કિ.રૂા. ૩૦,૦૦૦/- ગણી મજકુર આરોપીને સદરહુ ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે. આગળનીત પાસ પોસબ. ઈન્સ. આર.એ.વાઢેરા ચલાવી રહ્યા છે.