વધુ ફિલ્મોમાં ભૂમિકા કરવા  તમિળ-તેલુગ શિખી ચુકી છે

1486

બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયાએ  કહ્યુ છે કે તે વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શિખી ચુકી છે. બાહુબલી ફિલ્મ માટે તમન્નાએ તલવારબાજી અને ઘોડેસવારી પણ શિખી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને બાહુબલી-૨ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી તમન્નાએ એ વખતે પોતાના રોલ મુજબ તલવારબાજી શિખી હતી. ઘોડેસવારી પણ શિખી હતી. તમન્નાએ કહ્યુ છે કે તે તલવારવાર બાજી શિખી ચુકી છે. તે અવંતિકાના રોલમાં નજરે પડી હતી. જે યોદ્ધાના રોલમાં હતી. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેનો પરિચય એક્શન સિક્વન્સ સાથે થાય છે. આના માટે તલવારબાજી આવડે તે જરૂરી હતુ. ફાઇટમાસ્ટર પીટચર હેન મારફતે ટ્રેનિંગ લીધી હતી. તેને એ વખતે ખબર પડી કે આના માટે બાજુમાં તાકાત જરૂરી છે. ફુટવર્ક પણ ખુબ જરૂરી હોય છે. એ વખતે તેને ખબર પડી કે કોઇ પણ સારા ડાન્સર સારા ફાઇટર તરીકે બની શકે છે. ફિલ્મોમાં એક્શન સિક્વન્સ ડાન્સિંગની જેમ જ કોરિયોગ્રાફ કરવામાં આવે છે. તમન્ના ભાટિયા કહે છે કે તે મેટલની તલવાર સાથે ટ્રેનિંગ મેળવી ચુકી છે. તે તલવાર હાઇટ અને વજનને ધ્યાનમાં લઇને પસંદ કરવામાં આવી હતી. તલવારબાજી શિખી લેતી વેળા કોઇ ઇજા ન થાય તે બાબત ખુબ જરૂરી હતી.

ખુબસુરત તમન્ના ભાટિયા કહે છે કે ભરત નાટ્યમ ખુબ મુશ્કેલ ડાન્સ છે. આ જ કારણસર બાળકની વયમાં આ ડાન્સ શિખવામાં આવે છે. ભરતનાટ્યમ ખુબ શાનદાર ડાન્સ ફોર્મ છે. તમન્ના ભાટિયા જુદી જુદી ભાષાની ફિલ્મો કરી રહી છે. તમન્નાને છેલ્લા કેટલાક સમયથી હિન્દી ફિલ્મો મળી રહી નથી. તે હિમ્મતવાલામાં અજય દેવગનની સાથે નજરે પડી હતી.

Previous articleભાવનગરમાં ગણપતિ દાદાની મુર્તિ ખરીદવામાં ભાવિકોનો ભારે ધસારો
Next articleસુરજ સાથે પરિણિતીને હવે વધુ એક ફિલ્મ મળી : રિપોર્ટ