આજે તા. ૨૮ ફેબ્રુ. ના રોજ નાયબ ખેતી નિયામક (તાલીમ) ભાવનગર ની કચેરી દ્વારા ખેડુત તાલીમ કેન્દ્ર,યુનિ. કેમ્પસ, ભાવનગર ખાતે સજીવ ખેતી પાક પરિસંવાદ ક્રુષિ મેળો તથા પ્રદર્શન સાંસદ ડો. ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયુ હતુ.
આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે આજે અહીં સજીવ ખેતી પાક પરિસંવાદ ક્રુષિ મેળો તથા પ્રદર્શન યોજાયુ છે તે થકી ખેડુતોને આધુનિક ખેત પદ્ધતિની જાણકારી મળશે કેન્દ્ર સરકાર ખેડુતોના હિતો માટે સતત ચિંન્તા કરી રહી છે દેશનો ખેડુત બિચારો, બાપડો ન રહે તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓકે જણાવ્યું હતું કે ખેતી માટે ત્રણ મહત્વની બાબતો જરૂરી છે જેમ કે કરકસરપુર્ણ પાણીનો ઉપયોગ, વિવેક્પુર્ણ ખાતરનો ઉપયોગ, મેળવેલ પાક નું ચોકસાઈપુર્વક વેંચાણ તે થકી ખેતીમાં બમણી આવક મેળવી શકાય. આ પ્રસંગે વક્ત્રુત્વ, લેખીત, મને ઓળખો ખેતી લક્ષી વિષયે સ્પર્ધા યોજાઈ હતી વિજેતાઓને પુરસ્કારો અપાયા હતા. સજીવ ખેતીના વિવિધ ઘટકો, સજીવ ખેતી અને ફાર્મની માહિતી, ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી, સુક્ષ્મ પિયત વ્યવસ્થાપન, બાગાયત પાકોમાં આધુનિક ખેત પદ્ધતિ, સંકલિત પોષણ વ્યવસ્થાપન, ખેતી પાકોનું મુલ્યવર્ધન વિષયે તજજ્ઞોએ જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક એમ. બી. ધોરાજીયા, નાયબ ખેતી નિયામક એસ. આર. કોસંબી, બી. આર. બલદાણીયા, એસ. એમ. ગધેસરીયા, નાયબ બાગાયત નિયામક એમ. બી. વાઘમસી, મદદનીશ ખેતી નિયામક મીનાબેન, ખેડુત તાલીમ અધિકારી પ્રવિણાબેન રાજ, સહ સંશોધન વૈજ્ઞાનિક વિજયભાઈ ડોડીયા,ડો. નિગમ શુક્લા, પ્રફુલભાઈ સેંજળીયા, મહુવા એ. પી. એમ. સી. ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડુતો તથા પશુપાલક મહિલાઓ અને તાલીમાર્થી યુવતીઓ હાજર રહી હતી.