સ્ટાર રાધિકા આપ્ટે અંગ્રેજી મિડિયમને લઇ ભારે ઉત્સુક

581

બોલિવુડમાં ટુંકા ગાળામાં જ પોતાના શાનદાર અભિનયના કારણે તમામ ચાહકોમાં લોકપ્રિયતા મેળવી લેનાર રાધિકા આપ્ટે હવે પોતાની આગામી ફિલ્મ અંગ્રેજી મિડિયમને લઇને ચર્ચામાં છે. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે આ  ફિલ્મમાં તેને ઇરફાન ખાન અને કરીના કપુર જેવા સ્ટાર સાથે કામ કરવાની તક મળી છે. જે તેના માટે ગર્વની વાત છે. રાધિકા ભારે ઉત્સુક બનેલી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રાધિકાએ કહ્યુ હતુ કે અંગ્રેજી મિડિયમ માટે શુટિંગ કરવાની બાબત તેના માટે એક સપનાને પૂર્ણ કરવા સમાન છે. કારણ કે આ ફિલ્મમાં તેની સાથે ટોપના કલાકાર કામ કરી રહ્યા છે. ફિલ્મના ટીજર, પોસ્ટર અને અન્ય કોઇ પણ ચીજ વહેલી તકે રજૂ કરવામાં આવે તેમ તે ઇચ્છે છે. ફિલ્મના મામલે તે લોકો સાથે તેમની પ્રતિક્રિયા શેયર કરવા માટે ઇચ્છુક છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં રાધિકા ઇરફાન ખાનની પુત્રીની ભૂમિકામાં નજરે પડનાર છે. રાધિકાનુ કહેવુ છે કે ઇરફાનમાં મેજિક છે. તે બોલિવુડના જેમ તરીકે છે. કરીના કપુર માટે પણ આવી જ બાબતો લાગુ થાય છે. કારણ કે કરીના કપુર પણ ખુબ ખુબસુરત છે. તેમની સાથે કામ કરવાની તક મળી છઠે તેના કારણે તે ગર્વ અનુભવ કરી રહી છે. ફિલ્મમાં તમામ પ્રકારના સિકવન્સ રાખવામાં આવ્યા છે. રાધિકા આપ્ટે પોતાની એક્ટિંગ કુશળતાના કારણે જાણીતી રહી છે. તે સેક્સી સીન, શાનદાર અભિનયના કારણે પણ ચાહકોમાં ચર્ચામાં રહી છે. તે કેટલીક યાદગાર ફિલ્મો તો પહેલાથી જ અદા કરી ચુકી છે. બોલિવુડમાં  લાંબી ઇનિગ્સ રમવા માટે તે આશાવાદી છે.

Previous articleસુરજ સાથે પરિણિતીને હવે વધુ એક ફિલ્મ મળી : રિપોર્ટ
Next articleસ્ટાર ઝરીન ખાનને અનુષ્કાએ સ્ટ્રેચમાર્ક મામલે આપેલો ટેકો