સ્ટાર ઝરીન ખાનને અનુષ્કાએ સ્ટ્રેચમાર્ક મામલે આપેલો ટેકો

664

અભિનેત્રી અનુષ્કા શર્માએ અન્ય અભિનેત્રી ઝરીન ખાનનો બચાવ કર્યો છે. ઝરીન ખાનના સોશિયલ મિડિયા ઉપર જે ફોટા પ્રકાશિત થયા છે તેમાં ઝરીન ખાનના સ્ટ્રેચમાર્ક નજરે પડી રહ્યા છે. ત્યારબાદ ઝરીન ખાન ટ્રોલ થવાની શરૂઆત થઇ હતી. આને લઇને અનુષ્કા શર્માએ હવે ઝરીન ખાનને ટેકો આપ્યો છે. ઝરીન ખાનના શરીર ઉપર સ્ટ્રેચમાર્કને લઇને તે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ઝરીન ખાનને ટેકો આપતા અનુષ્કાએ કહ્યું છે કે, ઝરીન ખાન ખુબસુરત હોવાની સાથે સાથે આદર્શ શરીર ધરાવે છે. તેને લઇને ટિકા-ટિપ્પણી કરવી યોગ્ય નથી. ઝરીન ખુબસુરત હોવાની સાથે સાથે ખુબ સાહસી અને બોલ્ડ તરીકે છે. થોડાક સમય પહેલા જ હેટ સ્ટોરી-૩ની અભિનેત્રીએ ઉદયપુરમાં એક લેકની પાસે ઉભા રહીને કેટલાક ફોટા પડાવ્યા હતા. આમાથી કેટલાક ફોટામાં તેના સ્ટ્રેચમાર્ક સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. વીરની આ અભિનેત્રીએ આ સંદર્ભમાં કોઇ વાત કરી નથી પરંતુ ચાહકોમાં ટ્રોલ થવા લાગી ગઈ છે. આને લઇને હવે અનુષ્કા શર્મા જાહેરમાં આવી છે અને તેનો બચાવ કર્યો છે. ઝરીન ખાને પણ આ સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, તેના દ્વારા મુકવામાં આવેલા ફોટાને લઇને બિનજરૂરીરીતે હોબાળો કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ અનુષ્કા શર્માએ સોશિયલ મિડિયા ઉપર કેટરીના કૈફની પણ ભારે પ્રશંસા કરી હતી. તેના બે ફોટાઓ પણ આ રીતે જ જારી કરવામાં આવ્યા હતા. અલબત્ત ઝરીન ખાન ટીશર્ટમાં ડેનિમ જેકેટ અને જિન્સમાં ખુબસુરત દેખાઈ રહી છે. અનુષ્કા શર્માનું કહેવું છે કે, ફોટોગ્રાફને લઇને ફેન્સ દ્વારા કરવામાં આવી રહેલી હરકતો યોગ્ય નથી. ઝરીન ખાન બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ પૈકીની એક તરીકે છે જેની નોંધ બોલીવુડમાં પણ લેવામાં આવી ચુકી છે.

Previous articleસ્ટાર રાધિકા આપ્ટે અંગ્રેજી મિડિયમને લઇ ભારે ઉત્સુક
Next articleકપિલ દેવને પાછળ છોડી ઇશાંત બન્યો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર