કેન્યાના નેવાશા શહેરમાં રવિવારે અચાનક પૂર આવતા પાંચ ભારતીય પર્યટક સહિત એક સ્થાનિક ટૂર ગાઇડનું મોત થયું હતું. સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે આ ઘટના હેલ્સ ગેટ નેશનલ પાર્કમાં થઇ હતી. પોલીસ કમાન્ડર માર્કસ ઓચોલાએ જણાવ્યું કે અચાનક પૂર આવતા પર્યટકોની વેન તણાઇ ગઇ હતી.
ઓચોલાએ કહ્યું કે ટૂર ગાઇડ આસપાસના હવામાનને પારખી શક્યો નહીં. અમે જાણીએ છીએ કે પૂરનું પાણી ઉંચાઇ વાળા વિસ્તારમાંથી નીકળે છે પરંતુ તેનું અનુમાન ન લગાવી શકાયું. અમે બાકીના લોકોની શોધખોળ કરી રહ્યા છીએ.
અધિકારી પ્રામણે આ ઘટના રવિવારના સ્થાનિક સમય પ્રમાણે સાંજે ચાર વાગ્યે થઇ હતી. ઓચોલાએ જણાવ્યું કે પૂરના પાણીનું સ્તર ઉંચુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પરેશાની આવી રહી છે. ઓપરેશન ધીમી ગતિએ ચાલુ છે. શોધખોળ અને બચાવકાર્ય માટે વધુ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.