આસામ મોબ લિન્ચિંગઃ મૃતક ડૉક્ટરના કેસમાં ૨૧ની ધરપકડ

342

આસામના જોહહટ જિલ્લાના ટીયોક ટી ગાર્ડન વિસ્તારમાં મોબ લિંચિંગનો ભોગ બનેલા ડૉક્ટરના કેસમાં પોલીસે ૨૧ હુમલાખોરોની ધરપકડ કરી હતી.

આ કેસની ઘટના એવી છે કે ટીયોક ટી ગાર્ડન હૉસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મરણ થયું હતું. એથી ઉશ્કેરાયેલા લોકો ડૉક્ટર પર તૂટી પડ્યા હતા. ડૉક્ટરને ઢોરમાર મારતાં એનું મરણ થયું હ તું. પોલીસે આ કિસ્સામાં ૨૧ વ્યક્તિની ધરપકડ કરી હતી.કેટલાક લોકો હજુ ય નાસતા ફરે છે. પોલીસે જેમની ધરપકડ કરી છે એમની પૂછપરછ ચાલુ છે જેના દ્વારા નાસતા ફરતા લોકો પકડાઇ જવાની પોલીસને આશા છે.

Previous articleઅમિત શાહ ૮-૯ સપ્ટેમ્બરના રોજ NECની બેઠકમાં ભાગ લેવા ગુવાહાટી જશે
Next articleકૌભાંડકારીઓનાં ધંધા બંધ થઈ જવાને કારણે આર્થિક મંદી આવી છેઃ ફડણવીસ