પાલિતાણા કાનુની સેવા સમિતિ દ્વારા દ્ગજીજીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન

656
bhav1-3-2018-3.jpg

 પાલિતાણા તા. ર૮પાલિતાણા લુવારવાવ મુકામે સેવાકીય પ્રવૃતિ દ્વારા પોતાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે. ત્યારે જ્ઞાનસગમાં નાથાભાઈ ચાવડા દ્વારા અને પાલિતાણા કાનુની સેવા સમિતિના બારૈયા  દ્વારા દેશભરમાં વ્યસનનું પ્રમાણ વધવા લાગ્યું છે. ત્યારે જમે પંજાબની યુવા શકિતને કેફી પદાર્થોએ બરબાદ કરી અને નશામાં ઉડતા પંજાબ તો દારૂના નશામાં ડોલતા ગુજરાત તે વિષય અનુસંઘાને યુવાનોને માર્ગદર્શન આપી અને આપણા દેશને ન્યુ ઈન્ડીયા બનાવવા દરેક નાગરિકની જવાબદારી સમજાવી હતી.
વ્યસનોના કારણે માણસમાં માનસિક કુપોષણ અને આકુપોષણથી વ્યસનનું પ્રમાણ વધ્યું અને ભય, ભુખ ભ્રષ્ટાચાર અને ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યું છે. આ તમામ સામે યુવાનોને ખાસ પોતાની નિષ્ઠા અને દેશભાવના વિશે જ્ઞાનસત્રમાં સમજાવતામાં આવ્યું. સાથો સાથ જો માણસ વ્યસન છોડે તો આર્થીક રીતે પૈસાની બચત દ્વારા ૩૦ વર્ષમાં ૧પ લાખની બચત થાય તે વ્યસનથી બચેલા પૈસાની વિવિધ ચાર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જો સામાન્ય માણસ સીગારેટ, પાન, માવ કે ગુટખાના વ્યસની છે અને દરરોજ ૩૦ રૂપિયા પોતાના ખર્ચ વ્યસન પાછળ ખર્ચે છે. તો વાર્ષિક ૧૦,૮૦૦ દસ હજાર આઠસો જે પંદર વર્ષના વ્યસનની બચત લાખો રૂપિયા થાય ફકત વ્યસન પાછળની બચત પોતાના બાળકના અભ્યાસ માટે અથવા પોતાના ધંધામાં પણ રોકે તો મોટી બચત થઈ અને આર્થિક સદ્ધરતા પણ વધે અને પરિવારમાં સુખશાંતિ બની રહે. 
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂના દુષણને લીધે ભવિષ્યમાં ડોલતા ગુજરાત નામની ફિલ્મ બને તો ના નહીં સારા સારા પ્રસંગોમાં કે પાર્ટીમાં આજે માનસિક કુપોષણના કારણે બે ફામ દારૂ વેચાય છે અને પીવાય પણ છે તે બાબતે આ તમામ વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતાં કે ભારતને ર૦ર૦ સુધીમાં નિકોટીન મુકત તથા ગુજરાતને દારૂ મુકત કરીશું. 

Previous article ભારત પાસે ૧૬૦૦ લાખ હેકટરથી વધુ જમીન ખેતી ઉપીયોગી છે – નિલમ ગોયલ
Next article સ્વામી. પ્રા.શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ