એક પાળેલા મરઘાએ મહિલા પર હુમલો કરી દીધો જેના કારણે મહિલાનું મોત નિપજ્યુ. આ મામલો દક્ષિણ ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર મહિલા મુરઘીઓના ઇંડા એકઠા કરી રહી હતી, આ દરમિયાન મરઘાએ હુમલો કરી દીધો. મૃતક મહિલાએ ઘરના પાછળના ભાગમાં મરઘીઓને પાળી રાખી હતી, આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસન તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે કે, માણસો માટે મુરઘો ખતરનાક હોઇ શકે છે. જોકે આ જીવને સામાન્ય રીતે નુક્સાન નહી પહોંચાડનારા જીવોમાં સામેલ કરવામાં આવે છે.
મુરઘા દ્વારા કરવામાં આવેલ હુમલામાં મહિલાની નસ ફાટી ગઇ હતી અને વધુ લોહી વહી જવાના કારણે તેનું મોત નિપજ્યુ. જોકે પરિવારના દુખને જોતા મૃતક મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. એડિલેટ યૂનિવર્સિટીના ફોરેંસિક એક્સપર્ટ પ્રોફેસર રોજર બ્યાર્ડએ કહ્યું કે, આવા જ એક મામલામાં બિલાડી દ્વારા હુમલો કરવાથી એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યુ હતું. પ્રોફેસર બ્યાર્ડ સુરક્ષિત સમજાતા જીવ દ્વારા નુક્સાન પહોંચાડવા પર અભ્યાસ કરી રહ્યા છે.પ્રોફેશર બ્યાર્ડએ કહ્યું કે, તેમની સ્ટડીથી ડોક્ટરોને મદદ મળશે, સાથે જ લોકો આવા જીવોથી થતા નુક્સાનને સમજી શક્શે. તેમણે એવું પણ કહ્યું કે વાત માત્ર આવા જીવો દ્વારા કરવામાં આવતા હુમલાની જ નથી. ઘણી વખત વૃદ્ધ લોકો પોતાના ઘરમાં જ પડી જાય છે અને નસ ફાટી જવાથી તેમનું મોત નિપજે છે.