પેથાપુર પોલીસે ધનજીના પડોશીઓના નિવેદન નોંધ્યાઃ ધનજી ઑડ ફરાર

543

ગુજરાત ધાર્મિક સ્થળોનું સંગમ છે. આ ગુજરાતમાં દરેક વ્યક્તિ આસ્થા સાથે જોડાયેલો છે. પરંતુ આ આસ્થાને કલંકિત કરતી એક અંધશ્રદ્ધાની ઘટના આપણી સમક્ષ આવી. જેમાં એક વ્યક્તિ ચૂંદડી ઓઢીને ઢોંગ કરતો ધનજી ઓડ દેખાય છે. આ ઢોંગી છેલ્લા કેટલાક વર્ષોથી આસ્થા સાથે ચેડા કરી રહ્યો છે. ઢબુડી માતાના નામે ઢોંગી ધનજી લોકોને મૂર્ખ બનવાનું કામ કરતો હતો. જ્યારે સમગ્ર હકીકત ધનજીની મીડિયા સમક્ષ આવી ત્યારે તેના અંગત સેવક કહેવાતા સુરેન્દ્રનગરના વતની પ્રવીણ પરમારે ઢબુંડી ઉર્ફે ધનજી ઓડના કહેવાથી ય્દ્ગજીના સિનિયર રિપોર્ટરોને ધમકી આપવાનું શરૂ કરી દીધું.અને કહ્યું કે ઢબુડીમાં વિશે ચલાવાનું બંધ કરવાની તેમજ પરિણામ સારું નહીં આવે તેવી ધમકી આપી હતી.

આ સમગ્ર પ્રકરણને લઈ પત્રકારે ગાંધીનગર પેથાપુર પોલીસ મથકે ઢબુડી ઉર્ફે ધનજી અને પ્રવીણ પરમાર વિરુદ્ધ હ્લૈંઇ લખાવી. આ ફરિયાદ શનિવારના રોજ કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારના દિવસે પોલીસે ધનજીના ચાર પડોસીઓના નિવેદનો લીધા છે. જેમાં ધનજી ઓડ હજુ ફરાર છે. શનિવારના રોજ પેથાપુર પોલીસ તેના ઘરે નોટિસ પણ ચોંટાવેલી છતાં હજુ સુધી નોટીસનું જવાબ આવ્યો નથી. હવે સવાલ એ છે કે ઢોંગી ધનજી દેશની ચોથી જાગીરને ધમકી અપાવી પોતાની કાલી કારતૂત છુપાવાનું કામ કરી રહ્યો છે. પરંતુ આજે  પોલીસ ફરિયાદ હોવા છતાં ધનજી ઓડ કોઈને કેમ નથી ગણી રહ્યો….? ક્યારે આવશે લોકો સમક્ષ ઢબુડી ઉર્ફે ધનજી ઓડ…? ધનજી ઓડની સાથે સાથે આજે ધનજીનો અંગત સેવક પ્રવીણ પરમાર પણ પોલીસના નજરે થી ફરાર છે. ઢબુડીમાં ઉર્ફે ધનજી ઓડ રાજસ્થાનનો છે. જે ઘણા સમય થી ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે રહતો હતો અને ત્યાં જ માતાજીના નામે લોકોને લૂંટવાનું કાવતરું રચાતો હતો.

Previous articleકાર ચાલક બે બાઇકને ફંગોળાતા, બાળકીનું મોત, પાંચ ઈજાગ્રસ્ત
Next article૩ યુવકોનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી