દમણના ભીમપોર વિસ્તારમાંથી ત્રણ યુવકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યાં છે. આ ઘટના બાદ દમણ પોલીસે એફ.એસ.એલ.ની ટીમ સાથે પહોંચી તપાસ શરૂ કરી છે. દમણના ભીમપોરા વિસ્તારની સનસનીખેજ ઘટનામાં એક બંધરૂમમાં ત્રણ યુવકોના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
યુવકોની હત્યા થઈ છે કે આત્મહત્યા તેના વિશે ઘણી અટકળો જોવા મળી રહી છે. યુવકોનું મોત ઝેરના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે પરંતુ આત્મહત્યા છે કે હત્યા તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આજે બપોરના સુમારે દમણના ભીમપોરા વિસ્તારમાં આવેલી લાલુભાઈની ચાલીમાં એક બંધરૂમમાં યુવકોના મૃતદેહ હોવાની પોલીસને જાણ થઈ હતી. હાલમાં પોલીસ ઘટનાસ્થળે છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.