રાજકોટ : ડેમ ઓવરફ્‌લો થતાં ખેડૂત ખુશખુશાલ…

583

સારા વરસાદથી રાજકોટ જિલ્લાના જળાશયોમાં પાણીની સારી એવી આવક થઇ છે. આજી ૧ અને આજી ૨ ડેમ ઓવરફ્‌લો થયા છે. આ જ પ્રકાર ન્યારી ૧ અને ૨ ડેમ ફરી ઓવરફ્‌લો થયા છે. આજી નદીમાં ફરી ઘોડાપૂર આવતા લોકો સવારે જોવા ઉમટી પડ્‌યા હતા. માધાપર પાસે આવેલા આજી ૨ ડેમ ઓવપફ્‌લો થતા ૫ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને પગલે ડેમ હેઠળ આવતા પડધરી તાલુકાના ગામડાઓ અડબાલકા, દહીંસરડા, હરિપર, ખંઢેરી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મોરબીમાં સતત ધોધમાર વરસાદ વરસતા મોરબીનો મચ્છુ-૩ ડેમ ઓવરફ્‌લો થયો છે. મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક થતા બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ તંત્ર દ્વારા ૨૦ જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. તો, મોરબીના મચ્છુ-૨ ડેમમાં પાણીની આવક વધી જતાં ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા હતા.

Previous articleગુજરાતમાં ગણેશ મહોત્સવ : દાદાનું વિધિવત સ્થાપન
Next articleગુજરાતમાં મેઘમહેર : રાજકોટમાં ૮ ઇંચ વરસાદથી જળબંબાકાર