જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓની અધ્યક્ષતામાં તાલુકાભરના ત.ક. મંત્રીઓની અગત્યની બેઠકમાં તમામ ગામોના વેરા વસુલાત બાબત આદેશો અપાયા હતા. જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ગોહિલની અધ્યક્ષતામાં તાલુકાભરના તમામ ત.ક. મંત્રીઓની અગત્યની મિટીંગ બોલાવી જેમાં તાલુકાના તમામ ૪૧ ગામોમાં વેરા વસુલાત ઉપર ભાર મુકી આદેશ અપાયા. દિવસ આઠમાં તમામ ગામોમાંથી વેરા વસુલાત કાર્ય પૂર્ણ કરી તાલુકા કચેરીએ રીપોર્ટ આપવા જણાવાયું છે. ઉપરાંત જિલ્લામાં અહીંથી આંકડાકિય રીતે તમામ ગામોનો વેરા વસુલાતનો રીપોર્ટ મોકલવાનો હોય જેની તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ તેમજ ગામોના તલાટી કમ મંત્રીને હેલ્પ કરે નહી તો ડીડીઓ અમરેલી દ્વારા આકરા પગલા ત.ક. મંત્રીઓ માટે ભરાશે જેવા કે એક-એક મંત્રી તેની ગ્રામ પંચાયત કચેરીથી દુર ન રહેવા આદેશ કરાયા જેથી વિશેષ નોંધ લેવાશે તેમ દરેક ગામની જનતાને તાલુકા વિકાસ અધિકારી ગોહિલ તેમજ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા તેમના ગામોના તલાટી કમ મંત્રી પાસે વેરા વસુલાત અચુક ભરી પહોંચ મેળવી લેવા જણાવેલ. ડેપ્યુટી એકાઉન્ટ નિમ્બાર્ક, મનુભાઈ કાતરીયા, એડીએમ રજીસ્ટ્રી, મનિષભાઈ પરમાર મહેસુલ, અર્જુનસિંહ વાળા મહેકમ, ટીપીઓ વાઢેર, એડીટીઓ ગીરીશભાઈ સહિત હાજર રહેલ.