દામનગર શહેર નું ગૌરવ કુ. પૃથા જયસુખભાઈ તળાવિયા એ ખેલ મહાકુંભ અંતર્ગત લાઠી તાલુકા માં ચેસ સ્પર્ધા માં પ્રથમ નંબર મેળવ્યો દામનગર શહેર ની એસ.વી પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની એ ખેલ મહાકુંભ માં ચેસ સ્પર્ધા માં સિદ્ધિ મેળવતા દામનગર શહેર ની વિદ્યાર્થીની ને ઠેર ઠેર થી શુભેચ્છા મળી રહી છે કુ. પૃથા જયસુખભાઈ તળાવીયા ના મધર શિક્ષણ જગત ની શાન ગણાતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ માં શિક્ષક તરીકે સેવારત છે