આજે કમળા ઉતાસણી. માં કમળાઈમાંના મુળ સ્થાન પાલીતાણા કદમગીરી તિર્થધામના કમળાઈમાંના ડુંગર ઉપર કમળા ઉતાસણી મહાપર્વના દર્શને બાબરીયાવાડ કાઠીયાવાડથી પાંચાળ સુધી કાઠી દરબારો ઉત્સવમાં ભાગ લેવા જશે.
આજે જગપ્રસિધ્ધ કમળા ઉતાસણી મહાપર્વની ઉજવણી માં કમળાઈમાંના ડુંગર ઉપર પાલીતાણાના કદમગીરી તિર્થ ધામના ડુંગર ઉપર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિવત પેટાવાશે. જેના દર્શનનો લાવો લેવા બાબરીયાવાડ, કાઠીયાવાડથી પાંચાળ સુધીના કાઠી દરબારો તેમાંય કામળીયા પરિવારના કુળદેવી કમળાઈમા લેખાય માટે આજે કદમ્બગીરી ધામે મોટો મેળાવડો યોજાશે અને દુરદુરથી ૧૮ વર્ણના લોકોની માનતાયું રૂબરૂ આવી પૂર્ણ કરશે. તેનાય કામળીયા પરિવારના ૧ર ગામના યુવાનોના લગ્ન થયા હોય તે ફરીવાર રાજપોષાકમાં વાઘા પહેરી ઘોડેશ્વાર થઈ વાજતે-ગાજતે માં કમળાઈમા પાસે મીંઢોળ છોડી તેમજ બાળકના જન્મ પછી પહેલી ઉતાસણીમાં બાળ વરરાજા બની ધામધૂમથી ઘોડા માફા સહિત મર્યાદાપૂર્વક માં કમળાઈમાંની માનતાયું પૂર્ણ કરશે. આજે હજારો ઉપર સંખ્યામાં કાઠી દરબારો, કામળીયા દરબારો, વણાર આહિર તેમજ સોરઠીયા કામળીયા આહિરો તેમજ ઈત્તર સમાજની બહોળી સંખ્યામાં હાજરી રહેશે. જેમાં કમળાઈમાં ડુંગર ઉપર પ્રજ્વલિત થશે ત્યારે આજુબાજુના ૧ર ગામોમાં તેની અગ્નિજ્વાળાના દર્શન થશે જેનાથી લોકો પોતાની ધન્ય સમજી દર્શન કરશે.