બાબરા ના દરેડ રોડ અને જીઆઇડીસી વિસ્તાર સહિત વધાવિયા મંદિર ના શીમાડે થી નીકળતી વધાવિયા નદી ના વેણ માં છેલ્લા કેટલાક દિવસ થી પાણી માં કેમિકલ પ્રસર્યા ના કારણે નદી ના પાણી માં ફીણ અને પાણી લાલ કલર નું બની જતા દરેડ ગામે આક્રોશ સાથે નદી માં કેમિકલ ફેકનારા સામે પગલા ભરવા માટે આગેવાનો ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવા માં આવી છે
મળતી વિગત મુજબ બાબરા થી દરેડ સુધી વધાવીયા તરીકે ઓળખાતી અને દરેડ થી આ નદી કાળુભાર નદી ના મુખ્ય પ્રવાહ સાથે જોડતા વરસાદી પાણી ના વહેણ માં છેલ્લા કેટલાક દિવસ થી અશુધી ભર્યા કેમિકલ ના કારણે પાણી માં અચાનક ફીણ સાથે પાણી ના કલર માં ફેરફાર સર્જાતા ગ્રામ જનો દ્વારા પાણી ના નમુના મેળવી લગતા વળગતા તંત્ર નો સંપર્ક કરવા તૈયારી હાથ ધરવા માં આવી છે
ગ્રામજનો ના જણાવ્યા મુજબ વરસાદી પાણી માં કેમિકલ પ્રસરી જવાથી દાર કુવા ના ભૂતળ ના પાણી ઉપયોગ કરવા થી ચામડી ના રોગ ની દહેશત વર્તવા પામી છે સાથે સાથે શિમ વગડા માંથી પસાર થતી નદી નું પાણી મૂંગા અબોલ પશુ તેમજ ગ્રામ જનો પીવા માં ઉપયોગ સહિત ઘર વપરાશ માટે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભવિષ્ય માં આ પાણી થી રોગચાળો ફાટી નીકળવા ની દહેશત સામે તંત્ર કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી છે
વધુ માં આ પાણી નો પ્રવાહ જી આઈ ડી સી વિસ્તાર માંથી નીકળતા અશુદ્ધ કેમિકલ યુક્ત પદાર્થ સાથે સરખાવવા માં આવે અને પાણી સાથે ભળેલા કેમિકલ અંગે તંત્ર તપાસ કરે તે હાલ ના તબ્બકે ઇચ્છનીય હોવાનું માનવા માં આવી રહ્યું છે ગ્રામજનો આગેવાનો આગામી દિવસો માં તંત્ર સમક્ષ વિગતે રજુવાત કરી અને સત્ય ઉજાગર કરવા માંગ ઉઠાવશે તેવું જાણવા મળે છે