બોટાદ જીલ્લાના રાણપુર માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ૧૪ વર્ષથી ચુંટણી થઈ જ નથી.સરકારમાંથી નોમીનેટ થયેલ બોડી એક હથ્થ શાસન ચલાવતી હતી.માર્કેટીંગ યાર્ડની મુદ્દત પુરી થતા કોઈએ અવાજ ઉઠાવતા તા-૧૭.૯.૨૦૧૯ ના રોજ ચુંટણી જાહેર કરવામાં આવેલ છે. ૧૪-૧૪ વર્ષથી શાસનની ધુરા સંભાળતા સત્તાધીશો એક ડેલો પણ નખાવી શક્યા નથી કે કરેલા વહીવટનો માગેલ હિસાબ આપી શક્યા નથી.આ વખતે બોટાદ જીલ્લા રજીસ્ટ્રાર એસ.એન. જોશીની હાજરીમાં ખેડુતોમાંથી ૩૬ જ્યારે વેપારીમાંથી ૧૨ કુલ મળી ૪૮ ફોર્મ ભરાયા હતા.જેમાં ભા.જ.પ.પ્રેરીત ત્રણ પેનલો તથા કોંગ્રેસ પ્રેરીત એક પેનલ થઈને કુલ ચાર પેનલો ચુંટણી લડવાની છે.કુલ ૧૮૩ ખેડુતો તથા ૧૮ વેપારીમાંથી કુલ ૮ ખેડુતો તથા ૪ વેપારીઓની ચુંટણી થશે.તથા સરકારશ્રી દ્વારા જે નોમીનેટ થાય તે .હવે તો ખેડુતો પણ કંટાળી ગયા છે કે નવુ શાસન આવે અને રાણપુર માર્કેટીંગ યાર્ડ નો વિકાસ થાય તેવી આશા રાખી રહ્યા છે.કારણ કે માર્કેટીંગ યાર્ડ નો વજન કાંટો છેલ્લા ૪ મહીનાથી બંધ હાલતમાં છે પણ સત્તાધીશો દ્વારા આજદીન સુધી કાટો રીપેર કરવામાં આવ્યો નથી.નવી જે પેનલ બનાવી છે.તેમા જીવાભાઈ રબારી, ઘનશ્યામભાઈ સાવધરીયા, મનિશભાઈ ખટાણા, રાણપુર તાલુકા કોંગ્રેસના પ્રમખ પ્રતાપભાઈ ડોડીયા, ગોસુભા પરમાર, હરીરામબાપુ દેશાણી, કિશોરભાઈ ધાંધલ, મેરૂભા પરમાર, અરવિંદભાઈ ધરજીયા, ખાણીયા માધાભાઈ, ઈકબાલભાઈ લતીફભાઈ, શેરભા કેશુભા, કલ્યાણી કૌશરઅલી સહીત ૪૮ સભ્યોએ ફોર્મ ભર્યા હતા.જેમની તા-૧૭.૯.૨૦૧૯ ના રોજ માર્કેટીંગ યાર્ડમાં જ ચુંટણી યોજાશે અને તા-૧૮.૯.૨૦૧૯ ના રોજ મતગણતરી થશે.વધુમાં તા-૩.૯.૨૦૧૯ ના રોજ ફોર્મની ચકાસણી થશે અને તા-૭.૯.૨૦૧૯ ના રોજ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે.જ્યારે બોટાદ જીલ્લા ભા.જ.પ.ના આગેવાન મનહરભાઈ માતરીયા પહેલા જયારે ફોર્મ ભરવા ગયા ત્યારે કોઈ ખેસ પહેરેલ ન હતો ત્યારબાદ ભા.જ.પ.ની બે પેનલોએ ફોર્મ ભર્યા હતા.ભા.જ.પ.માં સ્પષ્ટ જુથવાદ જોવા મળેલ.જુથવાદ હોવા છતા પણ ફોર્મ ભરતા પહેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી તથા હનુમાનજી મંદીરે શ્રીફળ વધેરી ફોર્મ ભરવા ગયેલ.કોંગ્રેસની પેનલ ફોર્મ ભરવા જતા તેમની સાથે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ હાજર રહ્યા હતા..