ગેંગ કેસના ગુન્હામાં  નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી એસઓજી

627

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને  ભાવનગર જિલ્લામાં ગુન્હો કર્યા બાદ  નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સુચના આપેલ.  જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે    શિહોર પો.સ્ટે.  ગેંગ કરી ચોરી કરવાનો  શિહોર પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી ભાવનગર દ્વારા ગુન્હો  દાખલ કરાવેલ જે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી  મોશીન ઉર્ફે મોઈન જાહિદ ખાન પઠાણ ઉં.વ. ૨૦ રહેવાસી વડવા માઢિયા ફળી બોરડીની નીચે ભાવનગર વાળાને  તેના ઘર પાસેથી પકડી  શિહોર  પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.   આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એન.એન. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના   હેડ કોન્સ. જગદીશ ભાઈ મારુ તથા યોગીનભાઈ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. હારિત સિંહ ચૌહાણ  જોડાયા હતાં.

Previous articleરાણપુર માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ૪૮ ફોર્મ ભરાયા
Next articleજૈન સમાજ દ્વારા સવંસ્તરી પર્વની આસ્થભેર ઉજવણી : આજે સમુહ પારણા