ટેસ્ટ રેંકિંગ : સ્મિથ પ્રથમ અને વિરાટ બીજા ક્રમ પર

566

જમૈકા ટેસ્ટ મેચમાં પ્રથમ બોલ ઉપર આઉટ થનાર વિરાટ કોહલી ટેસ્ટ રેંકિંગમાં હવે બીજા સ્થાને ફેંકાઈ ગયો છે. આઈસીસી દ્વારા આજે ટેસ્ટ રેંકિંગ જારી કરવમાં આવી ત્યારે ભારતીય કેપ્ટન રેંકિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ફરી એકવાર ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી છે. સ્મિથ બાદ હવે રેંકિંગમાં ૯૦૪ પોઇન્ટ ધરાવે છે જ્યારે કોહલી ૯૦૩ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. વિરાટ કોહલીએ જમૈકા ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૭૬ રન બનાવ્યા હતા પરંતુ બીજી ઇનિંગ્સમાં તે શૂન્ય રને આઉટ થયો હતો જેથી તેના પોઇન્ટમાં ઘટાડો થયો છે. એસીઝ શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ મેચ નહીં રમનાર સ્ટિવ સ્મિથની પાસે વિરાટ કરતા એક પોઇન્ટ વધારે છે. સ્ટિવ સ્મિથે ઓગસ્ટ ૨૦૧૮ બાદ ફરીવાર ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. સ્ટિવ સ્મિથ ૨૦૧૫થી લઇને ૨૦૧૮ સુધી સતત પ્રથમ ક્રમાંકે રહ્યો હતો.  ત્યારબાદ માર્ચ ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકામાં એક ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરરીંગના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેના પર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એસીઝ શ્રેણીમાં શાનદાર વાપસી સ્ટિવ સ્મિથે કરી છે અને બે ટેસ્ટની ત્રણ ઇનિંગ્સ રમી છે અને તે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ ત્રણ ઇનિંગ્સમાં સ્મિથે ૩૭૮ રન બનાવ્યા છે જેમાં ૧૪૪, ૧૪૨ અને ૯૨ રનની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. વર્તમાન એસીઝ શ્રેણીમાં બે ટેસ્ટ મેચ હજુ બાકી છે જેથી તેની પાસે વિરાટ કોહલી કરતા ખુબ વધારે આગળ નિકળવાની તક રહેલી છે. સ્ટિવ સ્મિથ ફરી એકવાર વિરાટ કોહલીને બેટિંગમાં પડકાર ફેંકવા સંપૂર્ણપણે તૈયાર છે.

Previous articleસાહો બાદ પ્રભાસ હવે પુજા હેગડે સાથે એક ફિલ્મ કરશે
Next articleયુએસ ઓપન : જોકોવિકને મેચથી ખસી જવાની ફરજ