એશિયાના ૨૦ સૌથી અમીર કારોબારની પાસે હવે ૪૫૦ અબજ ડોલરથી વધુની સંપત્તિ છે. બ્લુમર્ગ તરફથી તૈયાર કરવામાં આવેલી યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર ૫૦.૪ અબજ ડોલર સાથે સૌથી આગળ છે. શાપુરજી પાલોનજી અને હિન્દુજા બ્રધર્સ પણ એશિયાના ૨૦ સૌથી અમીર પરિવારોમાં સામેલ છે. આ ૨૦ પરિવારોની સંપત્તિ એશિયાના ૨૦ ગરીબ દેશોના કુલ જીડીપીના બરોબર છે. મુકેશ અંબાણીના પરિવાર એનર્જી, ટેલિકોમ અને રિટેલ સેક્ટરથી નાણાં એકત્રિત કરે છે જેથી યાદીમાં ટોપ ઉપર છે. સાતમાં નંબર રહેલા બીજા ભારતીય ઉદ્યોગપતિ પરિવાર મિસ્ત્રી શાપુરજી ગ્રુપના માલિક છે. તેમનો કારોબાર એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરોમાં છે. યાદીમાં ૧૬માં નંબર પર હિન્દુજા ગ્રુપ છે. ઓટોમોટિવ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પ્રભુત્વ ધરાવે છે. ટોપ ૨૦ અમીરોની યાદીમાં હોંગકોંગના ક્વાક પરિવાર છે જે રિયલ એસ્ટેટ કારોબાર પર કબજો ધરાવે છે. ટોપ ૨૦ અમીરોની યાદીમાં ત્રીજા નંબર પર મહત્વના પરિવારો રહેલા છે. ચોથા સૌથી અમીર પરિવારમાં થાઈલેન્ડના ચેરાવેનોન્ટ પરિવાર છે જે ફુડ, રિટેલ, ટેલિકોમના કારોબાર ધરાવે છે. તેમની પાસે ૩૭.૯ અબજ ડોલરની સંપત્તી રહેલી છે. આ યાદીમાં ટોપ ટેન પરિવારોની બાબત ઉપર નજર કરવામાં આવે તો ૨૦ અમીર એશિયન પરિવારોની પાસે એશિયાના ૨૦ ગરીબ દેશો જેટલી સંપત્તિ રહેલી છે જે દર્શાવે છે કે, તેમનું પ્રભુત્વ નાણાંકીય માર્કેટ ઉપર રહેલું છે. એશિયન દેશો પાસે અનેક અબજોપતિ કારોબારીઓ રહેલા છે જે જુદા જુદા ક્ષેત્રોમાં કારોબાર ધરાવે છે અને તેમની કંપનીઓમાં લાખો લોકો રોજગાર મેળવી રહ્યા છે.