પાકિસ્તાને જ્યારે ભારત સાથે વ્યાપારિક સંબંધો પૂર્ણ કર્યા તો ત્યાંના વેપારીઓને મજબૂરીમાં ભારતમાંથી દવાઓ મંગાવવાનું બંધ કરવુ પડ્યુ. કેટલાક દિવસોમાં પાકિસ્તાનના હોસ્પિટલમાં જીવન રક્ષક દવાઓની અછત થઈ ગઈ. દવાઓના અભાવે દર્દી તડપવા લાગ્યા.
જમ્મુ-કશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ થયા બાદ અકળાયેલા પાકિસ્તાને ભારત સાથે તમામ વ્યાપારિક સંબંધ એક ઝટકામાં ખતમ કરી દીધા. પાકિસ્તાનમાં ભારતીય સામાનોના બૉયકોટનું અભિયાન ચલાવ્યુ. બંને દેશો વચ્ચે ચાલનારી ટ્રેન સેવાઓ બંધ કરી દેવાઈ, પાકિસ્તાન નફરતમાં એટલી હદ સુધી અંધ થઈ ગયુ કે ભારતીય ફિલ્મોને પોતાના ત્યાં બેન કરી દીધી. તે જાહેરાતો પર પણ પ્રતિબંધ લગાવી દીધો જેમાં ભારતીય કલાકાર હોય.
આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતની તૈયારીઓની સામે પસ્ત પાકિસ્તાન ટ્રેડના મોર્ચે પર ભારતને નુકસાન પહોંચાડવા ઈચ્છતા હતા પરંતુ ૩૦ દિવસ પસાર થતા જ પાકિસ્તાનને પોતાના નિર્ણયની અસર સમજમાં આવવા લાગી. પાકિસ્તાનના આ પ્રતિબંધોની કંઈ ખાસ અસર ભારત પર તો થઈ નહીં, પરંતુ પાકિસ્તાનમાં ત્રાહિમામની સ્થિતિ પેદા થઈ ગઈ. પાકિસ્તાનની ડ્રગ ઈન્ડસ્ટ્રી આ સમયે દેવાળુ ફૂંકવાની પરિસ્થિતિમાં છે. પાકિસ્તાનને હવે પોતાની ભૂલનો અહેસાસ થયો. લાચાર પાકિસ્તાને હવે ભારતમાંથી દવાઓ મંગાવવાની પરવાનગી આપી છે. સંઘીય સરકારે સોમવારે ભારતને જીવન રક્ષક દવાઓ આયાત કરવાની મંજૂરી આપી દીધી છે, જેથી દર્દીઓને રાહત મળી શકે.