ટ્રાફિકનાં નિયમોમાં ૧ સપ્ટેમ્બરથી બદલાવ થયો છે. ટ્રાફિક રૂલ્સ તોડવાનાં દંડ રૂપે રકમમાં વધારાને હજુ બે દિવસ પણ નથી થયા કે તેની વિરુદ્ધ અવાજ ઉઠી રહ્યો છે. દિલ્લીનાં રહેનારા અને ગુડગાંવ કૉર્ટમાં કામ કરનારા એક વ્યક્તિ પર ૨૩ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે તેની સ્કૂટીની કુલ કિંમત જ વર્તમાનમાં ૧૫ હજાર રૂપિયા છે. દિલ્લીની ગીતા કૉલોનીમાં રહેનારા દિનેશ મદાન હરિયાણાની ગુડગાંવ કૉર્ટમાં કામ કરે છે. સોમવારનાં તેઓ પોતાના કામાર્થે પોતાની ૨૦૧૫ મૉડલની સ્કૂટીને લઇને ટ્રાફિક પોલીસનાં હાથે ચડ્યા. હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા દિનેશને જ્યારે ગાડીનું રજિસ્ટ્રેશન, લાઇસેંસ, એર પોલ્યૂશન એનઓસી, હેલ્મેટ અને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માટે પુછવામાં આવ્યું હતુ, તે સમયે તેમની પાસે કંઇ જ નહોતુ. તેમણે કહ્યું કે તેઓ કેટલાક સમય પછી કાગળ આપશે, પરંતુ ત્યાં સુધી તેમનું ૨૩ હજાર રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું હતુ. આ ચલણ મોટર વ્હિકલ એક્ટ ૧૯૮૮ સેક્શન (૫)-ઇની વિભિન્ન ધારાઓ અંતર્ગત આપવામાં આવ્યું. હેલ્મેટ વગર ૧ હજાર રૂપિયા, ડ્રાઇવિંગ લાઇસેંસનાં ૫ હજાર રૂપિયા, ઇન્શ્યોરન્સ વગર ૨ હજાર રૂપિયા, રજીસ્ટ્રેશન વગર ૫ હજાર રૂપિયા અને એર પૉલ્યૂશન એનઓસી ના હોવા પર ૧૦ હજાર રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું. આ રીતે કુલ ૨૩ હજાર રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું.