રાજધાનીના ગ્રેટર કૈલાશ પાર્ટ-ટૂ વિસ્તારમાં અપહરણ અને હત્યાની ચોંકવાનારી ઘટના સામે આવી છે. જેમાં એક નોકરે જ પહેલા વૃદ્ધ દંપતિને જમવામાં નશીલો પદાર્થ આપીને બેભાન કરી કરી, સાથીઓની મદદથી ઘરના માલિકને ફ્રીઝમાં લોક કરીને ટેમ્પોમાં ઘર શિફ્ટ કરવાના બહાને લઈ ગયો હતો. આ વખતે જ ઘરના માલિક કૃષ્ણ ખોસલાનું મોત થયું હતું, તે સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ કર્મચારી પણ હતા.
રવિવારે સવારે વૃદ્ધ મહિલા જ્યારે ભાનમાં આવી ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. ઘરમાંથી અંદાજે ૫ લાખના ઘરેણા અને સવા લાખ રૂપિયાની પણ ઉઠાંતરી કરાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કિશનને ઉત્તરપ્રદેશમાંથી શોધી કાઢ્યો છે. આરોપીએ કહ્યું કે, ફ્રિજમાં નાંખીને કિડનેપ કરવા પાછળનું કારણ મોટી રકમ વસુલવાનું હતું. તેણે કૃષ્ણા ખોસલાના રોજ રોજના કકડાટથી કંટાળીને દોઢ મહિના પહેલા જ અપહરણ અને મોટી રકમ વસુલવાનો પ્લાન બનાવી લીધો હતો.
રવિવાર સવારે ખોસલાના પત્ની સરોજ હોશમાં આવ્યા ત્યારે તેમના પતિ અને નોકર ઘરમાં ન હતા. કંઈક ખોટું થયું હોવાના અણસાર મળતા તેમને દીકરાને ફોન કર્યો. જેના આવ્યા પછી ઘરમાંથી ફ્રિઝ પણ ગાયબ હતું. આરોપી કિશન ફ્રિઝમાં બંધ ખોસલાને લઈને તિગડી ખાતે આવેલા ભાડાના મકાનમાં પહોંચ્યા હતા. તેને જ્યારે ફ્રિઝ ખોલ્યું તો શ્વાસ રુંધાવાના કારણે વૃદ્ઘનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ કિશન લાશને આંગણામાં જ દફનાવીને ફરાર થઈ ગયો હતો.