ઢાબાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસનાં દરોડા, ૧૮ યુવતીની ધરપકડ

389

મંદસૌરમાં પોલીસે ઢાબાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા પર દરોડાં કર્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૬ યુવતીઓ, બે ગ્રાહક અને ઢાબા માલિકની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે બે સગીરાઓને છોડાવી છે, તેમની પાસે પણ દેહવેપાર કરાવવામાં આવતો હતો. પોલીસે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સામે આઈપીસીની અલગ અલગ કલમ લગાડીને કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે ધરપકડ કરવામાં આવેલા લોકોની પૂછપરછ કરી રહી છે.

આ ઘટના મંદસૌરના સુંઠોદ ગામની છે. પોલીસને સૂચના મળી હતી કે અહીં બાંછડા સમુદાયના લોકો ઢાબાની આડમાં દેહવેપારનો ધંધો કરાવે છે. પોલીસે મહિલા તેમજ પુરુષ પોલીસકર્મીઓની ટીમ બનાવીને ઢાબા પર દરોડાં કર્યા હતાં. જેમાં મહિલાઓ અને ઢાબા માલિક સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઢાબામાંથી બે સગીરાને પણ છોડાવી હતી. એટલું જ નહીં પોલીસને ઢાબા પરથી વાંધાજનક સાહિત્ય અને વસ્તુઓ પણ મળી આવી છે.

એડિશનલ પોલીસ કમિશ્નર મનકામના પ્રસાદે જણાવ્યું કે હાઇવે પર ઢાબાની આડમા દેહ વેપાર કરાવવામાં આવતો હતો. જેમાં નાની વયની છોકરીઓને પણ સામેલ કરાતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ દેહ વેપાર અધિનિયમ ૧૯૫૬ની કમલ ૩,૪,૬,૭,૮ અને કલમ ૩૭૦, ૩૭૨ અને ૩૭૩ પ્રમાણે મામલો દાખલ કર્યો છે.

Previous article૯૧ વર્ષીય માલિકને નોકરે અપહરણ કરીને ફ્રીઝમાં બંધ કરી દીધા, અંતે મોત
Next articleમહિલાએ બુરખો પહેરેલી ડોક્ટર પર હુમલો કરતા ફરિયાદ